લાલ જોડામાં ટીવીની પાર્વતી સોનારિકા ભદૌરિયાએ લીધી રાની સ્ટાઇલમાં એન્ટ્રી, શાહી અંદાજમાં થયેલ લગ્નનો વીડિયો વાયરલ

સોનારિકા ભદૌરિયાએ લગ્નમાં લીધી હતી શાનદાર એન્ટ્રી, જુઓ ટીવીની પાર્વતીના ડ્રીમી વેડિંગનો વીડિયો

ટીવી એક્ટ્રેસ સોનારિકા ભદૌરિયાએ તાજેતરમાં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ વિકાસ પરાશર સાથે લગ્ન કર્યા છે. અભિનેત્રીએ ખૂબ જ શાહી અંદાજમાં રાજસ્થાનના રણથંભોરમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ એક્ટ્રેસે કેટલીક તસવીરો પણ શેર કરી હતી. જો કે, આ પછી સોનારિકાએ લગ્નનો વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં તેમના લગ્નની ક્ષણોની ઝલક જોઇ શકાય છે.વીડિયોની શરૂઆત સોનારિકાની ગ્રૈંડ એન્ટ્રીથી થાય છે. એક્ટ્રેસ લાલ જોડામાં શાહી એન્ટ્રી કરે છે, અને બીજી તરફ સોનારિકાનો દુલ્હો વિકાસ પણ તેના માતા-પિતા સાથે એન્ટ્રી કરતો જોઇ શકાય છે. સોનારિકા એટલી સુંદર લાગી રહી હતી કે વિકાસની નજર જ તેના પરથી હટી નહોતી રહી.

આ દરમિયાન વિકાસ થોડો ભાવુક પણ જોવા મળ્યો હતો. જો કે, સોનારિકા જ્યારે આવે છે ત્યારે વિકાસ તેના પરથી પડદો ઉઠાવે ઠે અને પછી બંને એકબીજાને ગળે લગાવે છે. આ વિડિયોમાં વરમાળાથી લઇને ફેરા અને સિંદુર સેરેમનીની ઝલક જોવા મળી રહી છે. બંનેના વરમાળા સમયે આતિશબાજી પણ વીડિયોમાં જોઇ શકાય છે.

વીડિયોમાં જોઇ કહી શકાય કે સોનારિકાના લગ્ન એકદમ ડ્રીમી હતા. લુકની વાત કરીએ તો સોનારિકાએ તેના લગ્ન માટે રેડ લહેંગો પસંદ કર્યો હતો. અભિનેત્રીએ આ સાથે ગોલ્ડન જ્વેલરી પહેરી હતી. જણાવી દઇએ કે, સોનારિકાએ 18 ફેબ્રુઆરીએ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ અને મંગેતર વિકાસ પરાશર સાથે લગ્ન કર્યા.

અભિનેત્રી વિકાસને 8 વર્ષથી ડેટ કરી રહી હતી. વિકાસ એક બિઝનેસમેન છે અને તેણે સોનારિકાને લગ્ન માટે ખૂબ જ ભવ્ય અંદાજમાં પ્રપોઝ કર્યું હતું. 3 ડિસેમ્બર 2022ના રોજ સોનારિકાએ તેના બોયફ્રેન્ડ વિકાસ પરાશર સાથે સગાઈની જાહેરાત કરી હતી.

તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી અને લખ્યું, ‘3-12-2022 મારા બાકીના જીવન માટેનો તમામ પ્રેમ. મને કાયમ માટે ભેટ મળી !આ આશીર્વાદ માટે હંમેશા આભારી.

અહેવાલો અનુસાર, સોનારિકા વિકાસને જીમમાં મળી હતી અને તે પછી બંનેએ આઠ વર્ષના ડેટિંગ બાદ લગ્નનો નિર્ણય લીધો. ઉલ્લેખનીય છે કે, સોનારિકા ભદોરિયા દેવો કે દેવ…મહાદેવ સિરિયલમાં માતા પાર્વતીની ભૂમિકા માટે જાણીતી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonarika Bhadoria (@bsonarika)

Shah Jina