પ્રેગ્નેન્સીની ખબરો બાદ પહેલીવાર મીડિયા સામે આવી સોનમ કપૂર, જાહેરમાં જ પતિએ કર્યું તસતસતું ચુંબન, જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર તેની પ્રેગ્નન્સીને લઈને હાલ ખુબ જ ચર્ચામાં છે. તાજેતરમાં તેણે પતિ આનંદ આહુજા સાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના ચાહકોને આ ખુશખબર આપી. પ્રેગ્નેન્સીની જાહેરાત બાદ સોનમ અને આનંદ પહેલીવાર સાથે દેખાયા હતા. આ દરમિયાન એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં આનંદ તેની પત્ની સોનમ પર બધાની સામે પ્રેમ વરસાવતો જોવા મળી રહ્યો છે.

બુધવારે સોનમના પતિ આનંદે મુંબઈમાં એક નવો સ્ટોર ખોલ્યો હતો, જેમાં સોનમ પણ ઓપનિંગ સેરેમનીમાં જોવા મળી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટોર ઓપનિંગ દરમિયાન આનંદ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા હતા. તેણે ફોટોગ્રાફર્સની સામે સોનમ કપૂર સાથે જોરદાર પોઝ આપ્યા હતા.

આટલું જ નહીં, તેણે બધાની સામે સોનમને ગાલ પર કિસ કરી, જેના પછી અભિનેત્રી હસવા લાગી. બંનેનો આ રોમેન્ટિક વીડિયો ઇન્ટરનેટ પર છવાયેલો છે. આ દરમિયાન સોનમ ડાર્ક બ્લુ કલરના ટ્રાઉઝર સાથે સફેદ ટોપ અને તેની ઉપર બ્લુ કલરનો કોટ પહેરેલી જોવા મળી હતી. સોનમે કોટના બટન ખુલ્લા છે જેમાં તેનું બેબી બમ્પ દેખાઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor)

અનિલ કપૂરે પણ સ્ટોર લોન્ચિંગના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેણે જમાઈ આનંદ અને પુત્રી સોનમ કપૂર સાથે ઘણા બધા ફોટા પાડ્યા. તમને જણાવી દઈએ કે સોનમ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેણે પતિ આનંદ સાથે તેની કેટલીક તસવીરો શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

સામે આવેલી સોનમ કપૂરની તસ્વીરોમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ફોટો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું હતું, “તમને શ્રેષ્ઠ રીતે ઉપાડવા માટે ચાર હાથ છે. બે હૃદય, તે દરેક પગલે તમારી સાથે એકરૂપ થશે. એક કુટુંબ જે તમને પ્રેમ અને ટેકો આપશે. અમે તમારું સ્વાગત કરવા માટે રાહ જોઈ શકતા નથી.”

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

સોનમ કપૂર આહુજા (જન્મ 9 જૂન 1985) એક ભારતીય અભિનેત્રી છે જે હિન્દી સિનેમા(બોલીવુડ)માં કામ કરે છે. તેણીએ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને એક ફિલ્મફેર પુરસ્કાર જીત્યો છે, અને 2012 થી 2016 સુધી, તેણી તેની આવક અને લોકપ્રિયતાના આધારે ફોર્બ્સ ઇન્ડિયાની સેલિબ્રિટી 100 ની યાદીમાં જોવા મળી હતી.

Niraj Patel