સોનમ કપૂરનું થયુ ગ્રાન્ડ બેબી શાવર, પિંક ગાઉનમાં જોવા મળ્યો થવાવાળી મમ્મીનો જબરદસ્ત ગ્લો, જુઓ તસવીરો

રોયલ અને ક્લાસી અંદાજમાં થયુ સોનમ કપૂરનું બેબી શાવર, મોટી મોટી હસ્તીઓ લંડનમાં ઉમટી પડી, જુઓ કેવો હતો અંદરનો નજારો

ક્યારેક ક્યારેક એવું લાગે છે કે સમય ખૂબ ઝડપથી આગળથી વધે છે. એવું લાગે છે કે એક ક્ષણમાં ઘણું બધું થઈ ગયુ. જેમ કે થોડા સમય પહેલા સોનમ કપૂરે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તે લંડનના રસ્તાઓ પર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ત્યાં હવે તે ક્ષણ પણ આવી ગઈ છે જ્યારે સોનમ કપૂરના બેબી શાવરની વિધિ પણ પૂર્ણ થઈ ગઈ છે. સોનમ કપૂરના બેબી શાવરની તસવીરો જોયા પછી તમને પણ ખાતરી થઈ જશે કે સમય ખૂબ જ ઝડપથી આગળથી વધે છે.

અભિનેત્રીના બેબી શાવરના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. સોનમ કપૂરનું બેબી શાવર એકદમ સપના જેવું હતું. જીવનના ખાસ અવસર પર સોનમ કપૂરે પિંક કલરનો આઉટફિટ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. બેબી શાવરને રસપ્રદ બનાવવા માટે આર્ટિસ્ટ લીઓ કલ્યાણને પણ બોલાવવામાં આવ્યા હતા, જેમણે લાઈવ પરફોર્મન્સ આપીને ત્યાં હાજર દરેક મહેમાનનું મનોરંજન કર્યું હતું. લિયો કલ્યાણે ઈન્સ્ટાગ્રામ પર સોનમ કપૂર સાથેના ફોટા પણ શેર કર્યા છે.

આ સિવાય તેણે લાઈવ પરફોર્મન્સનો વીડિયો પણ શેર કર્યો છે. લિયો કલ્યાણ લખે છે, ‘બોલિવૂડમાં એક સ્પાઈસ ગર્લ. મેં હમણાં જ સોનમ કપૂરના બેબી શાવરમાં પરફોર્મ કર્યું હતું કે જીવન શું છે?’. બેબી શાવરના અંદરના ફોટામાં સોનમ કપૂરનો હસતો ચહેરો જોઈ જાણી શકાય છે કે તે પોતાના બાળક માટે કેટલી ઉત્સાહિત અને ખુશ છે. સોનમ કપૂરના બેબી શાવરની અંદરની તસવીરો જોઈને કહી શકાય કે ફંક્શનમાં દરેક ગેસ્ટનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખાણી-પીણીની ચીજવસ્તુઓથી લઈને ડેકોરેશન સુધી બધું જ ખૂબ સરસ હતું.

આ સિવાય દરેકની જરૂરિયાતો પર પણ સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું છે. બેબી શાવરની ઘણી તસવીરો સોનમ કપૂરની બહેન રિયા કપૂરે પણ શેર કરી છે.સોનમ કપૂરના બેબી શાવરનું ભવ્ય અંદાજમાં આયોજન કરવામાં આવ્યું હતું. દરેક મહેમાન માટે તે મુજબ મેનુ તૈયાર કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, બેબી શાવરની સજાવટ પણ ખૂબ જ શાહી શૈલીમાં કરવામાં આવી હતી. જો કે, બેબી શાવરમાં લિયો કલ્યાણનો જે લુક હતો તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો. લોકોએ લિયોને તેના લુક માટે ઘણો ટ્રોલ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર સોનમના બેબી શાવરની તસવીરો જોઈને લાગે છે કે સોનમનું બેબી શાવર બગીચા જેવા એરિયામાં થયું છે. બીજી તરફ, બેબી શાવરના એક વીડિયોમાં સોનમ કપૂર ‘મસકલી’ ગીતને એન્જોય કરતી જોઈ શકાય છે. ત્યાં બહેન રિયા કપૂર પરફોર્મન્સનો સંપૂર્ણ આનંદ લેતી જોવા મળી હતી. તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. જ્યારે રિયા અને સોનમ કપૂરે તેમની પોસ્ટમાં બેબી શાવરની ગોઠવણ અને સજાવટથી લઈને ભેટો સુધીની તસવીરો અને વીડિયો શેર કર્યા હતા.

જેમાં સુંદર બેબી શાવર માટે ડેકોરેશન, ફ્લાવર્સ, ચીઝ અને કેક જોઈ શકાય છે. બેબી શાવર દરમિયાન સોનમના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. સોનમની વાત કરીએ તો, આ દિવસોમાં અભિનેત્રી તેના પતિ આનંદ આહુજા સાથે લંડનમાં હાજર છે. ખાસ વાત એ છે કે લંડનમાં જ સોનમ કપૂર અને આનંદ આહુજાએ બેબી શાવર પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં રિયા કપૂર સહિત ઘણા મહેમાનો સામેલ થયા હતા.

જણાવી દઈએ કે સોનમ કપૂર અને આનંદ આહુજા વર્ષ 2018માં લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેના લગ્નમાં પરિવાર અને બોલિવૂડના ઘણા સ્ટાર્સે પણ હાજરી આપી હતી. સોનમ કપૂરે ચાહકોને આ વર્ષના માર્ચ મહિનામાં પ્રેગ્નેંસીની ખુશખબર આપી હતી. ત્યારથી અભિનેત્રી અવાર નવાર બેબી બંપ ફ્લોન્ટ કરતા ફોટોશૂટ ચાહકો સાથે શેર કરતી રહે છે.

Shah Jina