સાદગીથી દિલો પર રાજ કરે છે આ અભિનેત્રી, હવે હોટ બ્લાઉઝ પહેરીને મચાવ્યો હલ્લો

બોલીવુડ અને પંજાબી અભિનેત્રી તેમજ મોડલ સોનમ બાજવાને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. સોનમે પોતાની અદાકારી અને કઠોર મહેનતના દમ પર ઇન્ડસ્ટ્રીમાં ખાસ મુકામ મેળવ્યું છે.સોનમે પોતાની અદાકારીની સાથે સાથે પોતાની દિલકશ અદાઓ અને આકર્ષક ફિગરથી પણ લોકોને દીવાના બનાવ્યા છે.સોનમ અભિનયની બાબતે ઘણા મોટા કલાકારોને ટક્કર આપે છે, અને બોલ્ડનેસની બાબતમાં પણ તે કોઈથી કમ નથી.

સોનમ પોતાના અભિનયની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની એકથી એક લાજવાબ તસવીરો શેર કરતી રહે છે. સોનમનું એકાઉન્ટ પણ તેની એકથી એક કાતિલાના તસવીરોથી ભર્યું પડ્યું છે.ટ્રેડિશનલ લુક હોય કે પછી વેસ્ટર્ન લુક દરેક આઉટફિટમાં તે એકદમ સુંદર લાગે છે. સોનમ બીકી પહેરેલી પણ પોતાની તસવીરો શેર કરી ચુકી છે, જેને લીધે તેને ઘણીવાર ટ્રોલ પણ કરવામાં આવી હતી..

એવામાં સોનમે તાજેતરમાં પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે અને પોતાના એકાઉન્ટ પર શેર કર્યું છે. સામે આવેલી તસવીરોમાં સોનમે લાલ રંગનું ચોલી-બ્લાઉઝ પહેર્યું છે જેમાં તે એકદમ કાતિલાના લાગી રહી છે.સોનમની આ જ સુંદરતાને લીધે તેની ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે. આ આઉટફિટ સાથે સોનમે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને હળવો મેકઅપ કર્યો છે અને કાનમાં સુંદર ઈયરરિંગ પણ પહેર્યા છે.

સોનમે હાથમાં પહેરેલો બંગળીનો ચુડલો તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહ્યો છે. સોનમનો આ લુક તેની આવનારી ફિલ્મ શેર બગ્ગાના એક ગીતના શૂટિંગનો છે. આ આઉટફિટમાં સોનમ ડાન્સ કરતી જોવા મળી રહી છે જેને જોઈને ચાહકો પણ પાણી પાણી થઇ ગયા છે.સોનમનો આ લુક ચાહકોએ ખુબ પસંદ કર્યો છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. પાણીમાં ભીની થયેલી સોનમની આ તસવીરો ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam Bajwa (@sonambajwa)

અમુક સમય પહેલા સોનમે બિકી પહેરેલી તસવીરો શેર કરી હતી જેને લીધે તેને આલોચનાનો શિકાર થવું પડ્યું હતું. એક ચાહકે તેના બિકી અવતાર પર કહ્યું કે,”તમે સલવાર સૂટમાં વધારે સારા લાગો છો’ જયારે અન્ય એક ચાહકે કહ્યું કે તેને સોનમનો પંજાબી લુક વધુ પસંદ આવે છે. સોનમની ફિલ્મ શેર બગ્ગા હાલમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. તેના સિવાય સોનમ તમિલ ફિલ્મ કાટ્ટેરીમાં જોવા મળશે. જેના બાદ તે પંજાબી ફિલ્મ જીંદ માહીમાં જોવા મળશે. ચાહકો  પણ સોનમને ફિલ્મોમાં જોવા માટે ખુબ ઉત્સાહિત રહે છે.

Krishna Patel