નવા વર્ષની પાર્ટી કરવાને બદલે હરિદ્વાર પહોંચી એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે, 18 વર્ષના દીકરા પર અટકી બધાની નજર

નવા વર્ષના પહેલા દિવસે ગંગા આરતી જોવા હરિદ્વારમાં લાગી ભીડ, એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે પણ આવી નજર

વર્ષનો એ સમય કે જ્યારે બધા જ જશ્ન મનાવી રહ્યા હોય છે અને ખાસ કરીને બોલિવુડ સેલિબ્રિટીઝ…તે પછી કોઇ પણ હોય પરિવાર સાથે કે મિત્રો સાથે…લગભગ બધા જ સેલેબ્સ સેલિબ્રેશનના મૂડમાં હોય છે. જનતાથી લઇને સોશિયલ મીડિયા સ્ટાર્સ અને એક્ટર્સ, 2024નું સ્વાગત કરવા માટે ખૂબ પાર્ટી કરે છે, ત્યારે એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે પતિ અને દીકરા સાથે હરિદ્વાર નીકળી પડી.

દીકરા અને પતિ સાથે સોનાલીની ઘણી તસવીરો સામે આવી છે, જે ખૂબ વાયરલ પણ થઇ રહી છે અને લોકો એક્ટ્રેસની ખૂબ તારીફ પણ કરી રહ્યા છે. નવા વર્ષની શરૂઆત કરવાનો સોનાલી બેન્દ્રેનો અંદાજ સૌથી અનોખો છે કારણ કે એક્ટ્રેસે પાર્ટી છોડી આધ્યાત્મ તરફ જવાનો નિર્ણય કર્યો. એક્ટ્રેસે ફેમીલી ટ્રિપ વિશે જાણકારી આપતા ઘણી તસવીરો શેર કરી છે.

સોનાલી બેન્દ્રે તેના પતિ ગોલ્ડી બહલ અને દીકરા રણવીર બહલ સાથે હરિદ્વાર પહોંચી હતી. ત્યાંથી એક્ટ્રેસની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. લાંબા અરસાબાદ દીકરા અને પતિને જોઇ લોકો તેમની તારીફ કરી રહ્યા છે. સોનાલીએ ઇન્સ્ટા પર પવિત્ર શહેર હરિદ્વારની મનમોહક તસવીરો શેર કરી છે. સોનાલીએ 18 વર્ષના દીકરા રણવીર સાથે તેની ઇ-રિક્શાની સવારી બતાવી.

એક્ટ્રેસે પતિ અને દીકરા સાથે માં ગંગાની આરતી પણ કરી હતી. આ સાથે તેણે કેપ્શન આપ્યુ હતુ- ઇ-રિક્શા, કેબલ કારની સવારી, સૌથી અદ્ભૂત ગંગાજીની આરતી સાથે હરિદ્વારમાં શું દિવસ રહ્યો. જણાવી દઇએ કે, સોનાલી બેન્દ્રેએ ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે અને હંમેશાથી તેની શાનદાર એક્ટિંગની સરાહના કરવામાં આવતી હતી.

તેની ફિલ્મોમાં હમ સાથ સાથ હૈ, ઝખ્મ, સરફરોશ, દિલજલે અને ઘણી મોટી ફિલ્મો સામેલ છે. 48 વર્ષિય એક્ટ્રેસ સ્ટેજ 4 કેન્સર સામે પણ લડાઇ લડી છે. તેણે ફિલ્મમેકર ગોલ્ડી બહલ સાથે લગ્ન કર્યા છે અને આ કપલને 18 વર્ષનો દીકરો રણવીર બહલ છે.

Shah Jina