ઝહીર ઇકબાલ સાથે સોનાક્ષીના લગ્ન બાદ પહેલી તસવીર આવી સામે, સફેદ જોડામાં લાગતી હતી ખુબ જ સુંદર, જુઓ તસવીરો

પરિવારની હાજરીમાં ઝહીર ઇકબાલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ સોનાક્ષી સિંહા, લગ્ન બાદની તસવીરો શેર કરતા લખી ઈમોશનલ પોસ્ટ, જુઓ શું કહ્યું

સોનાક્ષી સિંહાએ આખરે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરી લીધા છે. સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આજે બંનેએ લગ્ન કરી લીધા અને પોતાના જીવનની નવી ઇનિંગ શરૂ કરી.

સોનાક્ષી સિન્હાના લગ્નની વિધિઓ શુક્રવારથી જ શરૂ થઈ ગઈ હતી. પહેલા દિવસે મહેંદી વિધિ હતી અને શનિવારે રામાયણના ઘરે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે આખરે સોનાક્ષી અને ઝહીરે લગ્ન કરી લીધા. તેમના લગ્ન હિંદુ કે મુસ્લિમ રિવાજો મુજબ થયા ન હતા પરંતુ  સિવિલ મેરેજ હતા.

એક તસવીરમાં તે તેના પરિવાર સાથે જોવા મળી રહ્યો છે અને ઝહીર કાગળ પર સહી કરી રહ્યો છે. છેલ્લા ફોટામાં, સોનાક્ષી ઝહીરને સાઇડ હગ કરતી વખતે ક્લિક કરી રહી છે.

લગ્નમાં સોનાક્ષી સિન્હા હાથીદાંતી રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે મેચિંગ ચોકર, એરિંગ્સ અને બંગડીઓ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. અભિનેત્રીએ તેના વાળને બનમાં બાંધીને ગજરા લગાવ્યા હતા. જ્યારે, ઝહીર ઇકબાલ સફેદ રંગની શેરવાની પહેરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સોનાક્ષી સિન્હાએ ઝહીર ઈકબાલ સાથેના લગ્નની તસવીરો શેર કરતી વખતે એક લાંબી નોટ પણ લખી છે. તેને લખ્યું, “આ દિવસે, સાત વર્ષ પહેલાં (23.06.2017) અમે એકબીજાની આંખોમાં પ્રેમને તેના શુદ્ધ સ્વરૂપમાં જોયો અને તેને પકડી રાખવાનું નક્કી કર્યું. આજે તે પ્રેમે તમામ પડકારો અને વિજયોમાંથી અમને માર્ગદર્શન આપ્યું છે, જે આ ક્ષણ તરફ દોરી જાય છે જ્યાં, અમારા બંને પરિવારો અને અમારા બંને ભગવાનના આશીર્વાદથી, અમે હવે પતિ અને પત્ની છીએ. અહીં પ્રેમ, આશા અને એકબીજા સાથેની બધી સુંદર વસ્તુઓ છે, હવેથી હંમેશ માટે પ્રેમ.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આજે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નનું ફંક્શન છે, જે બસ્તિયનમાં આયોજિત છે. હુમા કુરેશી, સાકિબ સલીમ, અદિતિ રાવ હૈદરી, સિદ્ધાર્થ, અર્પિતા ખાન, આયુષ શર્મા સહિતની હસ્તીઓ આ સેલિબ્રેશનમાં હાજરી આપી રહી છે. વર અને કન્યાએ પેપરાજીને લગ્નની મીઠાઈઓ પણ ભેટમાં આપી.

Niraj Patel