Son dies after breastfeeding in Surat : ગુજરાતમાંથી છેલ્લા થોડા સમયમાં કેટલીક એવી ઘટનાઓ સામે આવે છે જેને જાણીને આપણું પણ હૃદય કંપી ઉઠે. રોજ સમાચારમાં કોઈના કોઈને હાર્ટ એટેક આવવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે, જેમાં મોટાભાગના યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત થયા હોવાનું સામે આવે છે. પરંતુ હાલ સુરતમાંથી એક એવી ઘટના સામે આવી છે જેને રૂંવાડા ઉભા કરી દીધા. સુરતમાં એક મહિલાએ પોતાના 1 મહિનાના બાળકને સ્તનપાન કરાવીને રાત્રે સુવડાવ્યું અને સવારે ઉઠ્યું જ નહિ.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અને મશીન ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચાલવતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી મુકેશ મૌર્યા પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત એક દીકરી અને એક દીકરો હતો. તેમની પત્નીએ એક મહિના પહેલા જ દીકરાને જન્મ આપ્યો હતો, જેનું નામ દિવ્યાંશ રાખ્યું હતું. દીકરાના જન્મ બાદ પરિવારમાં ખુશીનો માહોલ હતો. માતા પિતા બંને પોતાના વ્હાલસોયા દીકરાની ખુબ જ કાળજી પણ રાખતા હતા.
ત્યારે ગત રોજ રાત્રે પોતાના દીકરાને સ્તનપાન કરાવીને સુવડાવી દીધો, જેના બાદ રાત્રે 3 વાગે પણ દીકરાને સ્તનપાન કરાવ્યું હતું,. પરંતુ સવારે 6 વાગે જયારે માતા પોતાના દીકરાને સ્તનપાન કરવા માટે ગઈ ત્યારે દીકરો ઉઠ્યો જ નહિ. તેને ઉઠાડવાના પ્રયત્ન કરવા છતાં પણ તે ના ઉઠ્યો, જેના કારણે તેને પોતાના પતિને વાત કરી, પતિએ પણ પ્રયાસો કર્યા છતાં પણ કોઈ ફેર ના પડ્યો, તેના શરીરમાં કોઈ હલન ચલન જોવા ના મળતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો.
પરિવાર પોતાના દીકરાને લઈને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યો, જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેને તપાસતા તે મૃત હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. જેના બાદ પરિવાર માથે દુઃખોનું આભ તૂટી પડ્યું હતું. આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ પણ હોસ્પિટલમાં દોડી આવી હતી, જેના બાદ પરિવારનું નિવેદન લઈને જરૂરી કાર્યવાહી પણ હાથ ધરી હતી.