કહેવાય છે કે પ્રેમ દર્દ આપવા લાગે તો તેનાથી દૂર થઇ જવું જોઇએ અને જો એકવાર દૂર થઇ જઇએ તો તેને ભુલાવી દેવું સારુ રહે છે. પરંતુ લાગે છે કે સલમાન ખાન સાથે રિલેશનશિપ ખત્મ થયા બાદ ભાઇજાન ભલે જીવનમાં આગળ વધી ગયા હોય પણ અભિનેત્રી સોમી અલીના દિલમાં દર્દ આજે પણ છે. ત્યારે તો છેલ્લા કેટલાક સમયથી તે સલમાન ખાન વિરૂદ્ધ સતત અવાજ બુલંદ કરી રહી છે. સલમાનને ગંભીર આરોપોમાં ઘેરી તેને કટઘરામાં ઊભો કરી રહી છે. હવે એકવાર ફરી સોમી અલીએ સલમાન ખાન પર નિશાન સાધ્યુ છે અને તેના પર ગંભીર આરોપો લગાવ્યા છે.
સોમી અલીએ તેના ઇન્સ્ટાગ્રામ પર સલમાન ખાન સાથેની એક તસવીર શેર કરી જણાવ્યુ કે, તેનો શો જે ઇન્ડિયામાં થવાનો હતો તેને બેન કરાવી દીધો. તેણે લખ્યુ- મને ધમકી પણ મળી છે જે કાયરતાની નિશાની છે, પરંતુ મને બચાવવા માટે 50 વકીલ છે. તે મારુ શારીરિક શોષણ કર્યુ અને સિગારેટથી જલાવી. ખાસ વાત તો એ છે કે સોમીએ સલમાન સાથે તેની તસવીર તો શેર કરી પણ તેનું નામ ન લીધુ. ત્યાં પોસ્ટમાં છેલ્લે સોમીએ એ અભિનેત્રીઓને પણ નિશાના લીધી જે સલમાનને સપોર્ટ કરતી રહી છે.
સોમી અલી સલમાન ખાનની શરૂઆતી ગર્લફ્રેન્ડ્સમાંની એક હતી. બંનેએ 1991માં એખબીજાને ડેટ કરવાનું શરૂ કર્યુ હતુ. તે સમયે બંનેનું કરિયર શરૂ થયુ હતુ અને સલમાન મોટો સ્ટાર નહોતો. 1991માં શરૂ થયેલ આ રિલેશન 1998 સુધી ચાલ્યુ. એ વર્ષે બંનેએ બ્રેકઅપ કરી લીધુ અને પોતાના રસ્તા અલગ કરી દીધા. સોમી અલીનું કરિયર કંઇ ખાસ ન ચાલ્યુ તો તે ફ્લોરિડા પરત ફરી. તે બાદ સલમાન ખાનના જીવનમાં એશ્વર્યા આવી.
સોમી અલી બ્રેકઅપ બાદ ફ્લોરિડા જઇ એનજીઓ ચલાવવા લાગી. પરંતુ એવું લાગે છે કે સોમી અલી, સલમાન સાથે બ્રેકઅપ બાદ આગળ નથી વધી શકી. તે ઘણીવાર એક્ટરને નિશાના પર લે છે. કેટલાક સમય પહેલા તેણે એક પોસ્ટ શેર કરી સલમાન પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. એ પોસ્ટમાં સોમીએ ક્યાંય સલમાન ખાનનું નામ લીધુ નહોતુ પણ તેની ફિલ્મ મેંને પ્યાર કિયાની શેડો પિક્ચર શેર કરી હતી.
ત્યારે હવે ફરી એકવાર સોમી અલીએ સલમાન ખાન પર નામ લીધા વિના નિશાન સાધ્યુ છે અને તેના પર આરોપ લગાવ્યા છે. જણાવી દઇએ કે, સોમી અલીએ હાલમાં જે પોસ્ટ શેર કરી હતી તે ડિલીટ કરી દીધી છે. આવું તેણે શા માટે કર્યુ તે તો તે જ કહી શકે છે.