કોરોના વાયરસથી બચવા માટે સૈનિકોએ કર્યો અનોખો જુગાડ, કૂકરમાંથી લીધું એક સાથે આટલા સૈનિકોએ સ્ટીમ, વીડિયો જોઈને તમે પણ વાહ વાહ કરશો

કોરોના વાયરસના મામલાઓ દેશભરમાં સતત વધી રહ્યા છે. કોરોના સંક્રમણથી બચવા માટે ઘણા લોકો અલગ અલગ પ્રકારના નુસ્ખાઓ અપનાવી રહ્યા છે. આ સમય માં સુરક્ષિત રહેવા માટે નાસ લેવો પણ ખુબ જ જરૂરી છે ત્યારે આ સમયે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ભારતીય સેનાના સૈનિકોનો એક અનોખો જુગાડ જોવા મળી રહ્યો છે.

એક આર્મી ટ્રેનિંગ સેન્ટરમાં સૈનિકો કૂકરમાંથી સ્ટીમ લેતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર નાસ લેવાનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને ટ્વીટર ઉપર આઇપીએસ ઓફિસર રૂપિન શર્માએ શેર કર્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે કૂકરને એક પાઇપ સાથે જોડવામાં આવ્યું છે. પાઈપમાં થોડી થોડી જગ્યાએ સ્પ્રે લગાવવામાં આવ્યા છે. જ્યાં સૈનિકો સ્ટીમ લેતા જોવા મળી રહ્યા છે. કૂકરને ઝડપી આંચ ઉપર રાખવામાં આવ્યું છે.

હવે આ કેટલું અસરદાર છે તે કહેવું તો મુશ્કેલ છે. પરંતુ સોશિયલ મીડિયા ઉપર યુઝર્સને આ જુગાડ ખુબ જ પસંદ આવી રહ્યો છે. આઇપીએસ રૂપિન શર્માએ તેને દેશી શોધ ગણાવ્યું છે. આ વીડિયો શેર કરવાની સાથે તેમને કેપશનમાં લખ્યું છે, “ટ્રેનિજ માટે ફૌજી સ્ટાઇલ ઈનહેલેશન સ્ટીમિંગ. સ્પષ્ટ રૂપે ક્યાંક ટ્રેનિંગ સેન્ટરમાં. આશા છે કે તે કોરોનાથી મુક્ત રહેશે.”

ગત સપ્ટેમ્બરમાં એક વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે કૂકરમાંથી સ્ટીમ લઇ રહ્યો હતો. આ વીડિયોમાં તેનો અનોખો જુગાડ જોવા મળ્યો હતો.

Niraj Patel