પહેલા વરમાળા પછી ભરી દુલ્હનની માંગ, થોડી જ મિનિટોમાં ચાલ્યો ગયો દુલ્હાનો જીવ તો મચી ગયો કોહરામ, જાણો શું થયું હતું 

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતે મોત, હાર્ટ એટેકથી મોત કે કોઇ અન્ય કારણોસર મોતના કિસ્સા સામે આવતા હોય છે. ઘણીવાર કોઇ લગ્ન પ્રસંગ કે કોઇ અન્ય પ્રસંગમાંથી પણ કોઇના મોતના સમાચાર સામે આવે છે. જો કે, બિહારના ભાગલપુરમાંથી જે મોતનો કિસ્સો સામે આવ્યો, તે ઘણો ચોંકાવનારો હતો. દુલ્હાનું દુલ્હનની માંગ ભર્યા બાદ મોત થયુ હોવાનું સામે આવ્યુ. વરરાજાને હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવવામાં આવે છે. આ ઘટના બાદ વરરાજા અને દુલ્હનના પરિવારજનોમાં શોકનો માહોલ છે.

કહેવામાં આવ્યું હતું કે 2 મેના રોજ વરરાજાને છાતીમાં દુખાવો થયો હતો. ઝારખંડના પશ્ચિમ સિંહભૂમના રહેવાસી વિનીતના ભાગલપુરની રહેવાસી આયુષી સાથે 3 મે 2023ના રોજ લગ્ન હતા. વિનીત દિલ્હીની એક ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર હતો અને આયુષી પણ એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે. બુધવારે 3 મેના રોજ વિનીત જાન લઇને પહોંચ્યો. વરમાળા બાદ ફોટો સેશન અને અન્ય ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી.

ગુરુવાર 4 મેના રોજ સવારે સિંદૂરદાન થયું.વિનીત બાથરૂમ ગયો અને પછી ત્યાંથી આવતાં જ તેને છાતીમાં દુખાવો થયો અને તે બેહોશ થઈને જમીન પર પડી ગયો. સ્થળ પર હાજર લોકોએ વિનીતને ઉઠાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે જાગ્યો નહીં. પરિવારના સભ્યો વિનીતને તાત્કાલિક મયંગજ હોસ્પિટલમાં લઈ ગયા. તપાસ બાદ ડોક્ટરોએ વિનીતને મૃત જાહેર કર્યો. પરિવારના જણાવ્યા અનુસાર વિનીતને હાર્ટ એટેક આવ્યો હતો.બીજી તરફ પતિના મૃત્યુના સમાચાર સાંભળીને આયુષી પણ બેહોશ થઈ ગઈ હતી.

વિનીત અને આયુષીનો સાત જન્મોનો સંગ થોડા જ કલાકોમાં તૂટી ગયો. મૃતક વરરાજા વિનીતના કાકાએ જણાવ્યું કે અમે આખી રાત ખૂબ જ ધામધૂમથી લગ્નની મજા માણી રહ્યા હતા. પછી વહેલી સવારે સમાચાર આવ્યા કે વિનીતની તબિયત બગડી ગઈ છે.અમે તેને માયાગંજ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. એક રીપોર્ટ અનુસાર, પ્રાથમિક તપાસમાં મોતને શંકાસ્પદ માનતા પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. છોકરાવાળાએ છોકરી પક્ષ પર કાવતરા હેઠળ હત્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Shah Jina