ગુજરાતનું ગૌરવ : વડોદરાની આ યુવતિનો યુનાઇટેડ નેશન્સમાં વાગ્યો ડંકો, સૌથી યુવા વયની લીડર બની

ભારતમાં પ્રથમવાર યુનાઇટેડ નેશન્સે ક્લાઇમેટ પર અનોખુ કામ કરી રહેલ યુવાઓની પસંદગી કરી છે. દેશભરમાંથી 17 યુવાઓની પસંદગી કરવામાં આવી છે અને તેમાંની એક ગુજરાતના વડોદરાની યુવતિ છે. જેનું નામ સ્નેહા શાહીન છે. સ્નેહાએ એમએસ યુનિવર્સિટીથી સાયન્સ વિભાગમાંથી માસ્ટર કર્યુ છે અને તે બેેંગ્લોરમાં PHD કરી રહી છે. ત્યારે હવે તેની યુનાઇટેડ નેશન્સ દ્વારા પસંદગી થવીએ ગુજરાત માટે ગૌરવની વાત છે.

જે 17 યુવાઓની પસંદગી કરવામાં આવી છે, તેઓ હવે 7 અઠવાડિયા સુધી અલગ અલગ વર્કશોપ, ઓનલાઇન મિટિંગ અને સેમિનારના માધ્યમથી ક્લાઇમેટ ચેન્જ અંગે ચર્ચા કરશે. તેઓ એ વિશે ચર્ચા કરશે કે અત્યાર સુધી જે કામ થયા છે તેમાં આગામી સમયમાં શું બદલાવ લાવી શકાય. વડોદરાની સ્નેહા યુએન એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ ‘પ્લાસ્ટિક ટાઇડ ટર્નર’ અભિયાન સાથે જોડાઇ છે. ભૂખી કાંસમાંથી 300 કિલો પ્લાસ્ટિક વેસ્ટ કાઢવાના પગલે ચોખ્ખાઈ થતા મગર સહિતના જળચર જીવોની પ્રવૃત્તિ ભૂખી કાંસના વિસ્તારમાં વધી હતી.

ફેબ્રુઆરી 2019માં એન્વાયરમેન્ટ સાયન્સના વિદ્યાર્થી દ્વારા પ્લાસ્ટિક વેસ્ટનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આની આગેવાની સ્નેહા દ્વારા કરવામાં આવી હતી. જેની નોંધ UNની વેબસાઇટે લીધી હતી. વડોદરાની યુવતિએ એસએસયુમાં ભૂખી કાંસ પર પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. જે પસંદગી પામેલ યુવાનો છે તેઓ શું બદલાવ કરવા માંગે છે તે એંગે એક પ્રોજેક્ટ તૈયાર કરશે અને તે માહિતી એકત્ર કરી ભવિષ્યની યોજના પણ તૈયાર કરશે.

Shah Jina