મોબાઈલમાં નાનપણમાં રમતા એ સાપ વાળી ગેમની જેમ જ વિચિત્ર રીતે સાપ દીવાલ ઉપર ચઢ્યો, વીડિયો વાયરલ

સાપ દુનિયાનું એક એવું પ્રાણી છે જેને જોઈને કોઈ પણ ડરી જાય. દુનિયાની અંદર ઘણા બધા સાપ જોવા મળે છે, જે અલગ અલગ પ્રજાતિના હોય છે અને ઘણા સાપ તો જોવામાં એટલા સુંદર લાગે કે તેને સ્પર્શ કરવાનું મન પણ થઇ જાય. પણ ભાઈ.. એ સાપ પણ ખુબ જ ખતરનાક હોય છે અને તે જો ડંખ મારે તો માણસ પાણી પણ ના માંગે. ઇન્ટરનેટ ઉપર પણ સાપને લગતા ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એક વીડિયો ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે.

સાપની આવી શક્તિને કોઈએ કેમેરામાં કેદ કરી લીધી, જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ચોંકી ગયા. વાસ્તવમાં, તમે ઘણા સાપને જમીન પર રખડતા અથવા ઝાડ પર ચડતા જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય સાપને ઢાળવાળી દિવાલ પર ચડતો જોયો છે ? જો તમે ન જોયો હોય તો તરત જ આ વાયરલ વીડિયો જુઓ, જેમાં એક સુંદર સાપ ઈંટની દિવાલ પર સરળતાથી ચઢતો જોવા મળે છે.

દાવો કરવામાં આવ્યો છે કે આ ક્લિપ અમેરિકાના એરિઝોનામાં ફિલ્માવવામાં આવી છે. જ્યાં એક સુંદર અને ઝેરીલો સાપ ઈંટની દીવાલ પર ચડતો જોવા મળ્યો હતો. આ ક્લિપ 1 ઓક્ટોબરે ફેસબુક પેજ કોરોનાડો નેશનલ મેમોરિયલ પરથી શેર કરવામાં આવી હતી. તેણે કેપ્શનમાં લખ્યું – તમે નથી જાણતા કે ‘વિઝિટર સેન્ટર’ દ્વારા કોને રોકવું. ગઈકાલે આ સોનોરન માઉન્ટેન કિંગસ્નેકે અમારી ઈંટની દિવાલો પર ચડતા કૌશલ્યનું પ્રદર્શન કર્યું.

આ વીડિયો 40 સેકન્ડનો છે, જેમાં આપણે સાપને ઈંટની દિવાલમાં બનાવેલા સ્લોટમાંથી ઉપર ચઢતો જોઈ શકીએ છીએ. જો કે આ દરમિયાન સાપની પકડ પણ નબળી પડી જાય છે. પણ સાપ હાર માનતો નથી. સાપના શરીર પર કાળી, સફેદ અને લાલ રિંગ્સ દેખાય છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે. આ નજારો જોઈને કેટલાક યુઝર્સને પ્રખ્યાત ‘સ્નેક ગેમ’ની યાદ આવી ગઈ, જે તમે મોબાઈલ ફોનમાં ‘નોકિયા’ કીપેડથી ઘણી રમી હશે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel