તેમણે તેમના ગેસના બાટલા માથે લઈ નાચતા હતા એ વીડિયો પોસ્ટ કરવા જોઈએ, ખોડલધામમાં ગોપાલ ઈટાલિયાએ શું શું કહ્યું

AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા હાલમાં ઘણા ચર્ચામાં છે, તે તેમના જૂના વીડિયોને લઇને ઘણા વિવાદમાં છે.દિલ્હી પોલીસે હાલમાં જ ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી હતી અને તેમાંથી છુટકારો મળતા જ ગોપાલ ઈટાલિયા આજે ખોડલધામ મા ખોડલનાં દર્શન કરવા માટે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા.

અહીં તેમને આવકારવા આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો નેતાઓ ઊમટી પડ્યા હતા અને ‘ભારત માતા કી જય’, ‘ઇન્કલાબ જિંદાબાદ’ તેમજ ‘ગોપાલભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ના નારા લગાવ્યા હતા.

રાજકોટ એરપોર્ટ પર ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે સ્મૃતિ ઇરાની મારા જૂના વીડિયો પોસ્ટ કરે છે, ગેસના બાટલા માથે લઈ નાચતા હતા એ વીડિયો પણ તેમણે પોસ્ટ કરવા જોઈએ. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યુ કે, આપ પાર્ટી વધુ મજબૂત બની રહી છે. ભાજપ જૂના વીડિયો વાયરલ કરી મત માગવા નીકળ્યો છે. ભાજપ પાટીદાર સમાજ સાથે અન્યાય કરી રહ્યો છે.

તેમણે વધુમાં કહ્ય- NCWમાં હું જવાબ રજૂ કરવા ગયો ત્યારે મેડમે મારી સાથે ખરાબ વર્તન કર્યું. ગોપાલ ઇટાલીયાના નામની કેન્દ્રીય મંત્રીઓ પણ માળા ફેરવી રહ્યા છે. ભાજપના નેતાઓએ ભૂતકાળમાં કોઈને ગાળો ભાંડવામાં બાકી રાખી નથી. જણાવી દઇએ રકે, સ્મૃતિ ઇરાનીએ ગોપાલ ઇટાલિયાનો એક વીડિયો પોસ્ટ કરી તેમને ગટર માઉથ કહ્યા હતા.

સ્મૃતિ ઇરાનીએ ટ્વીટ કર્યું- ‘અરવિંદ કેજરીવાલ, ગટર જેવા મોં વાળા ગોપાલ ઇટાલિયાએ તમારા આશીર્વાદથી પીએમ મોદીની માતા હીરા બા માટે અપશબ્દો બોલ્યા.હું કોઈ નારાજગી વ્યક્ત કરતી નથી, ગુજરાતીઓ કેટલા ગુસ્સામાં છે તે હું બતાવવા માંગતી નથી,

પરંતુ તમે જાણો છો કે જનતાએ તમને જોયા છે. ગુજરાતની ચૂંટણીમાં તમારી પાર્ટીનો નાશ થશે. ગોપાલ ઈટાલિયાના વીડિયોને રિટ્વીટ કરતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે હીરાબા માતા શક્તિનું સ્વરૂપ છે. કેજરીવાલના ખાસ ગોપાલ ઈટાલિયાએ 100 વર્ષીય હીરાબાને નફરતની રાજનીતિમાં ખેંચી લીધા. ગુજરાત જેવા સભ્ય સમાજમાં તમારી વિકૃત માનસિકતા માટે કોઈ સ્થાન નથી.ગુજરાતના નામે માતૃશક્તિનું આવું અપમાન ગુજરાતીઓ વોટથી કરશે.

Shah Jina