માર્કેટિંગનો આઈડિયા તો જુઓ… તમે પણ રહી જશો હેરાન.. રસ્તામાં પડેલી 100ની નોટ મળે તો… જુઓ વીડિયો

Smart marketing of cafes : આજકાલ માર્કેટમાં તમારી પ્રોડક્ટ્સને ચલાવવા માટે કુશળ માર્કેટિંગ કરવું ખુબ જ જરૂરી બની જાય છે. સારા માર્કેટિંગથી લોકો ધૂળ પણ સોનાના ભાવે વેચી દેતા હોય છે એ તમે જોયું જ હશે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ માર્કેટિંગને લાગતા ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. આજના સમયમાં માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ પાછળ ઘણા પૈસા ખર્ચવા પડે છે જેથી જનતા તેમના તરફ આકર્ષાય. આ વિચારને ધ્યાનમાં રાખીને, કેટલાક લોકોએ તેમના કેફેની જાહેરાત કરવા માટે એવો રસ્તો અપનાવ્યો કે તમે જોઈને હેરાન રહી જશો.

કેફેએ માર્કેટિંગ માટે 100 રૂપિયાની નોટ જેવા દેખાતા કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલમાં જ ઈન્ટરનેટ પર વાયરલ થયેલો આ વીડિયો જોયા પછી તમે પણ આ અદ્ભુત આઈડિયાના વખાણ કરતાં થાકશો નહીં. આ ગજબના જુગાડનો ઉપયોગ કાફેની જાહેરાત માટે કરવામાં આવ્યો હતો અને ટૂંક સમયમાં તે ઇન્ટરનેટ પર લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનું શરૂ કર્યું હતું. લોકોને આ પદ્ધતિ ખૂબ જ પસંદ આવી રહી છે.

જો ચાલતી વખતે રસ્તા પર પૈસા પડેલા જોવા મળે તો બહુ ઓછા લોકો હશે જે તેને નજરઅંદાજ કરશે અને જો 100 રૂપિયાની નોટ હશે તો ચોક્કસ કોઈ ઈચ્છે તો પણ તેને અવગણશે નહીં. આ માનસિકતાને ધ્યાનમાં રાખીને જાહેરાત તૈયાર કરવામાં આવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કાગળની એક તરફ 100 રૂપિયાની નોટ છપાયેલી છે, જ્યારે બીજી બાજુ તેના કેફેની જાહેરાત છપાયેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Cafe mantralay (@cafe_mantralay)


રસ્તા પરથી મળેલી 100 રૂપિયાની નોટ સમજીને કોઈ પણ તેને ચોક્કસપણે ઉપાડી લેશે, પરંતુ બીજી જ ક્ષણે બીજી બાજુની જાહેરાત જોઈને તે છેતરાયાનો અનુભવ કરશે. ભલે તે છેતરપિંડી હોય પરંતુ લોકો આ માર્કેટિંગ સ્કિલના વખાણ કરી રહ્યા છે.  આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @cafe_mantralay નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખ 11 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોનારા કેટલાક યુઝર્સે તેને સ્માર્ટ એડવર્ટાઈઝિંગ ગણાવ્યું, જ્યારે ઘણા લોકોએ કહ્યું કે આ એક છેતરપિંડી છે. ઘણા લોકોએ એમ પણ કહ્યું કે અમે અમારા નવા વ્યવસાય માટે આ પદ્ધતિ ચોક્કસપણે અજમાવીશું.

Niraj Patel