ગુજરાત માટે ગૌરવની ખબર, દેશમાં પહેલીવાર ગુજરાતમાં આ સ્થળે બનશે નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર, મળી ગઈ મંજૂરી

ગુજરાત પહેલાથી જ વેપાર ધંધા માટે જાણીતું છે. ત્યારે હવે ગુજરાતીઓ માટે વધુ એક ખુશખબરી આવી રહી છે. ગુજરાતની અંદર દેશભરમા સૌ પ્રથમવાર નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. રાજ્યના સિવિલ એવિએશન વિભાગે ખાનગી કંપની એરો ફ્રેયર ઇંક સાથે એમઓયુ કરવામાં આવ્યો છે.

જેના પગલે કંપનીએ અમરેલી એર સ્ટ્રિપ પાસે મેન્યુફેક્ચરિંગ યુનિટને શરૂ કરવાની કાગમીરી પણ શરૂ કરી દીધી છે અને ઓક્ટોબર સુધીમાં પ્લાન્ટની કામગીરી પૂૂર્ણ થાય એવી શક્યતા છે. ત્યાર બાદ કંપની દ્વારા પ્રોડક્શન શરૂ કરવામાં આવશે અને વર્ષ 2021ના અંત સુધીમાં પ્રથમ એરક્રાફ્ટ માર્કેટમાં મૂકવામાં આવશે.

(પ્રતીકાત્મક તસવીર)

કંપની દ્વારા પ્રથમ તબક્કામાં ૧૫૦ કરોડ રૂપિયા અને ત્યાર બાદ ૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.અમરેલીમાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારના સિવિલ એવિએશન વિભાગે કંપની સાથે એમઓયુ કર્યા છે.

(પ્રતીકાત્મક તસવીર)

કંપનીના સીઈઓ અભિમન્યુ દેથાએ ઉપરોક્ત માહિતી આપતાં વધુમાં જણાવ્યું હતું કે 2 સીટર, 4 સીટર, એર એમ્બ્યુલન્સ, હેલિકોપ્ટર અને ફિક્સ વિંગ ગ્લાઈડરનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. આ તમામ એરક્રાફ્ટના ઉત્પાદન માટે કંપની દ્વારા સર્બિયા, ઈટાલી, જર્મની, સ્લોવેનિયા અને અમેરિકન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

(પ્રતીકાત્મક તસવીર)

આ ઉપરાંત કંપની દ્વારા વિદેશની અન્ય ૩ કંપનીના કોન્ટ્રેક્ટ આધાર પર લાઈટ એરક્રાફ્ટ અને ફિક્સ વિંગ ગ્લાઈડરનું પણ ઉત્પાદન કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે હાલ કંપની દ્વારા તૈયાર થનારાં તમામ એરક્રાફ્ટનું ટેસ્ટિંગ અમરેલી એર સ્ટ્રિપ પર કરવામાં આવશે. આ યોજના દ્વારા કેટલાય લોકોને રોજગાર પણ મળી રહેશે.

Niraj Patel