આમના એક અવાજથી મગર દોડતો આવે છે, જાણો પુરી ઘટના
મગરથી મોટાભાગના લોકો ડરતા હોય છે, કારણ કે મગર એટલો ભયાનક હોય છે કે તેને જોઈને કોઈને પણ ડર લાગવો સ્વાભાવિક છે. ત્યારે આ દરમિયાન એક એવો કિસ્સો આજે અમે તમને સંભળાવીશું જે સાંભળીને તમને પણ નવાઈ લાગશે.
છત્તીસગઢના કોટમી સોનારમાં આવેલા એક તળાવની પાસે તમને મંદિરના પૂજારી સીતારામ દાસ જોવા મળશે જે મગરને ખુબ જ પ્રેમ કરે છે. પૂજારીનું કહેવું છે કે આ મગર તેમના બાળકો જેવા છે. તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે પુજારીના એક અવાજ ઉપર મગર પાણીની બહાર આવી જાય છે અને તેમના ઈશારા અને અવાજને પણ ઓળખી લે છે.
પરંતુ 15 વર્ષ પહેલા પૂજારી સીતારામ દાસ મગરના હુમલાનો શિકાર બનાયા હતા. જેમાં તેમને પોતાનો એક હાથ પણ ખોવો પડ્યો હતો. તે છતાં પણ તેમના મનની અંદર મગર માટે સહેજ પણ ગુસ્સો કે ઘૃણા નથી. તે મગરને ખુબ જ પ્રેમ કરે છે.
પોતાનો એક હાથ ખોઈ બેઠા પછી પુજારીએ મગરની દેખરેખ કરવાનો નિર્ણય કર્યો. થોડા સમય પહેલા તેમને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂની અંદર જણાવ્યું કે મગર મને નુકશાન નથી પહોચવતા. તેમને મને એટલા માટે પકડ્યો કે હું તેમના રસ્તામાં આવી ગયો હતો. ત્યારબાદ તેમને મને જવા દીધો.
પૂજારી સીતારામ દાસ છેલ્લા 50 વર્ષોથી આ ગામમાં રહે છે, તેમનું કામ ગાયોની દેખરેખ રાખવાનું હતું પરંતુ તેના બદલે તેઓ મગર તરફ આકર્ષિત થયા. એટલું જ નહીં તેમને જીવોને લઈને ઊંડું જ્ઞાન પણ છે.
તે દરેક મગરને તેના ચહેરા દ્વારા જ ઓળખી જાય છે. કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે એ પણ જાણવા મળ્યું છે કે સીતારામ દાસે પોતાનું સમગ્ર જીવન મગરની સેવા કરવામાં જ અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે. તેઓ એમ પણ ઈચ્છે છે કે તેમના અવસાન બાદ તેમના શરીરને તળાવમાં જ ફેંકી દેવામાં આવે.