“મેરે જીજાજી” ગીત પર ડઝનબંધ સાળીઓ ભેગી થઈને સ્ટેજ પર કરવા લાગી ડાન્સ, પછી એક સાથે બધી સાળીઓએ આપી જીજાને ફલાઇંગ કિસ, જુઓ વીડિયો

સાળીઓએ ભેગા થઈને ડાન્સ કરતા જીજાજીને ફલાઇંગ કિસ આપતા જ મચી ગઈ ધમાલ, વર પક્ષના લોકોએ મચાવી બુમરાણ, જુઓ વાયરલ થઇ રહેલો વીડિયો

ઇન્ટરનેટ પર લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા રહે છે. જેમાં લગ્નની અંદર થતી કેટલીક ઘટનાઓ જોવાની લોકો પણ ખુબ જ પસંદ કરે છે, અને આ ઉપરાંત લગ્નમાં થતા ડાન્સ પણ લોકોનું ધ્યાન ખેંચે છે. ત્યારે મોટાભાગના લગ્નમાં થતી જીજા-સાળી અને દિયર-ભાભી વચ્ચેની મજાક મસ્તી પણ જોવી લોકોને ખુબ જ ગમતી હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં જીજાજી અને સાળીની મસ્તીનો એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં એક નહિ પણ ઘણી બધી સાળીઓ સ્ટેજ પર “મેરે જીજાજી” ગીત પર ડાન્સ કરી રહી છે અને આ દરમિયાન જ બધી સાળીઓ એક સાથે એવું કરે છે કે વરરાજાના મિત્રો બુમરાણ મચાવવા માટે પણ મજબુર બની જાય છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે, કે કેટલીક સાળીઓ સ્ટેજ પર ઉભી છે અને કેટલીક નીચે..અને તે બધી જ સાળીઓ “મેરે જીજાજી” ગીત પર પોતાની જગ્યા પર જ બેસીને ડાન્સ કરી રહી છે, આ દરમિયાન જ બધી સાળીઓ તેના જીજાજી તરફ જોઈને એક સાથે જ ફલાઇંગ કિસ આપે છે.

આ જોઈને વરરાજાના મિત્રો પણ બૂમો પાડવા લાગે છે, વરરાજા પણ શાંતિથી ખુરશીમાં બેઠા બેઠા હસતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને સંગીત વિથ ઉર્વિલ અંજલિ પેજ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો છે. જે હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, અત્યાર સુધી આ વીડિયોને 7 લાખથી વધુ લાઈક અને 11.9 મિલિયન કરતા વધારે વ્યૂઝ મળી ચુક્યા છે. ઘણા લોકો આ અંગે પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel