વીડિયો: ચંપલ ચોરવા માટે સાળીઓએ કરી એવી હરકત, જીજાજીની આવી હાલત થઇ ગઈ જુઓ

ઈન્ટરનેટ પર એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કેટલીક સાળીઓ જીજાજીના ચંપલ ચોરવામાં લાગેલી છે. ઘણી વાર એવું પણ જોવા મળે છે કે ચંપલ ચોરવાના ચક્કરમાં ચંપલ જ ગાયબ થઇ જતા હોય છે.

જોકે આ વીડિયોમાં કંઈક અલગ જ છે. ચંપલ ચોરાવવાની વિધિ દરમ્યાન સાળી અને સાળા બંને ચંપલ લેવામાં લાગી રહ્યા છે. પરંતુ દુલ્હો તેનાથી પુરે પૂરો પ્રયાસ કરે છે ચંપલને ચોરવાથી બચાવે. તેના માટે તે પહેલાથી જ તેના પગ નીચે ચંપલને દબાવી દે છે.

ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા સાળી આવીને ચંપલ ચોરવાની કોશિશ કરે છે અને તેને રોકવા માટે દુલ્હાના મિત્રો અને પરિવારના લોકો મદદ કરે છે. ત્યારે દુલ્હો જમીન પર સુઈ જાય છે અને તે જોઈને દુલ્હન પણ હસવા લાગે છે. જમીન પર સૂઈને દુલ્હો તેના ચંપલને બચાવાનો ખુબ જ પ્રયાસ કરે છે.

પ્રતિકાત્મક તસવીર

આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. ચંપલ ચોરાવાની વિધિમાં જોઈને લોકોને આ ખુબ જ અજીબ લાગી રહ્યું છે. આ વીડિયો ટ્રેન્ડિંગ દુલ્હનીયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. કોઈકે લખ્યું કે, ‘દુલ્હો કંજૂસ લાગે છે. પૈસા બચાવા માટે જુઓ કેવી રીતે જમીન પર સુઈ ગયો છે.’

તો બીજા કોઈકે લખ્યું કે,’ સૌથી સરસ રીત, શાનદાર દુલ્હે રાજા.’ તો બીજા એકે લખ્યું, ‘મજેદાર વીડિયો, લગ્નનો આવો વીડિયો પહેલી વાર જોયો. આ વીડિયોને 7 જૂને શેર કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધીમાં 1 લાખથી વધારે વખત જોવાઈ ગયો છે અને 4 હજારથી વધારે લાઇક્સ અને કોમેન્ટ પણ આવી છે.

Patel Meet