લોકડાઉનમાં બહેને ભાઈ સાથે મળીને શરૂ કર્યો સ્ટ્રોબેરીનો વ્યવસાય, આજે છે 1100 ગ્રાહકો, એક એકડમાંથી કમાય છે આટલા લાખ

કોરોના વાયરસના કારણે ઘણા લોકોના જીવનમાં ઘણા મોટા મોટા બદલાવ આવ્યા, ઘણા લોકોની નોકરી ચાલી ગઈ તો ઘણા લોકોના રોજગાર ધંધાઓ પણ બંધ થઇ ગયા, પરંતુ આ દરમિયાન ઘણા લોકોએ પોતાની નોકરી છૂટ્યા બાદ વ્યવસાયની શરૂઆત કરી અને આજે તેમની સફળતાની કહાનીઓ સોશિયલ મીડિયામાં ફેલાઈ રહી છે.

આવી જ એક કહાની છે ચંદીગઢના એક ભાઈ બહેનની. જેમને ગયા વર્ષે સ્ટ્રોબેરી ઉગાવવાના પોતાના શોખને આજે પોતાના રોજગારમાં બદલી નાખ્યો છે. આજે તેમની સફળતાની કહાની સોશિયલ મીડિયામાં છવાયેલી છે અને આ ભાઈ બહેનના કાર્યને લોકો હવે સલામ કરી રહ્યા છે અને તેમની કહાની લોકો માટે પ્રેરણાદાયક પણ બની રહી છે.

“ફ્રેશવેલ”ની શરૂઆત 25 વર્ષની વૃત્તિ અને 20 વર્ષના પાર્થ નરુલા એ શોખના રૂપમાં કરી હતી. આ શરૂઆત તેમને ત્યારે કરી જયારે તે ઘરે હતા અને લોકડાઉનના કારણે દુનિયા પણ જાણે થંભી ગઈ હતી.

આ બાબતે વૃત્તિ જણાવે છે કે, “અમારા પિતા હંમેશા સ્ટ્રોબેરી ઉગાવવામાં રુચિ રાખતા હતા અને અમારી પાસે નવા ચંડીગઢમાં કેટલાક એકડ જમીન છે જ્યાં અમે સ્ટ્રોબેરીને નાના પ્રમાણમાં ઉગાવવાનું શરૂ કર્યું.”

વૃત્તિ એક ફેશન ડિઝાઈનરના રૂપમાં કામ કરે છે જયારે તેનો ભાઈ પાર્થ પોતાનું ગ્રેજ્યુએશન કરી રહ્યો છે. વૃત્તિ જણાવે છે કે, “અમને સ્ટ્રોબેરી ખુબ જ પસંદ છે. બહારથી ખરીદવા ઉપર સારી અને તાજી સ્ટ્રોબેરી નથી મળતી. એટલા માટે અમે નક્કી કર્યું કે જાતે જ તેને ઉગાવીશું. ગયા વર્ષની શરૂઆતમાં અમારી જમીનમાં અમે સ્ટ્રોબેરી લગાવી દીધી. માર્ચ સુધી સ્ટ્રોબેરી તૈયાર થઇ ગઈ.”

વૃતિ આગળ જણાવે છે કે, “સ્ટ્રોબેરીની ઉપજ સારી થઇ. અમે વિચાર્યું કે પોતાની સાથે સાથે તેને પોતાના પરિચિતો અને સંબંધીઓને પણ ખવડાવીએ. પરંતુ તે સમયમાં કોરોનાના કારણે લોકડાઉન લાગેલું હતું. અને તેના કારણે અમે પ્રોડક્ટ ક્યાંય મોકલી ના શક્યા.

ત્યારબાદ વૃત્તિ જણાવે છે કે, “ધીમે ધીમે સ્ટ્રોબેરી ખરાબ થવા લાગી, કારણ કે ઉપજ વધારે હતી અને ખપત ઓછી. જેના કારણે તેને અને તેના ભાઈ પાર્થે નક્કી કર્યું કે તે લોકો આને ચંડીગઢમાં જ લોકોના ઘરો સુધી પહોંચાશે. ત્યારબાદ તેમને એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું અને તેમાં સ્ટ્રોબેરીના ફોટો નાખ્યા. થોડા જ સમયમાં લોકોના ઓર્ડર આવવાના પણ શરૂ થઇ ગયા. ત્યારબાદ તે તેના ભાઈ સાથે મળીને લોકોને ડિલિવરી આપવા માટે પહોંચતી હતી.

તે આગળ જણાવે છે કે તેમની સ્ટ્રોબેરી એકદમ ફ્રેશ અને તાજી હતી, તેને તે લોકો ખેતરમાંથી કાઢીને સીધા જ ગ્રાહકને પહોચાવતા હતા, જેના કારણે તેમની પ્રોડ્કટની ડિમાન્ડ પણ વધી. તેમને અલગ અલગ સોશિયલ મીડિયા દ્વારા પણ માર્કેટિંગ કર્યું અને જેના કારણે તેમના ગ્રાહકો વધવા લાગ્યા.

આજે તેમની પાસે 1100થી પણ વધારે ગ્રાહકો છે. વૃત્તિ અત્યારે ચાર એકડ જમીનમાં કુલ 6 પ્રકારની સ્ટ્રોબેરીની ખેતી કરે છે. તે હિમાચલ પ્રદેશથી તેના બીજ લાવે છે. પહેલા વૃત્તિ અને તેનો ભાઈ જાતે જ બધા ઓર્ડરની ડિલિવરી કરતા હતામ પરંતુ જયારે ગ્રાહકો વધી ગયા ત્યારે તેમને એક કંપની સાથે ટાઇઅપ કરી લીધું જે તેમની પ્રોડક્ટની ડિલિવરીનું કામ કરે છે. તે જણાવે છે કે હાલમાં તે ચંડીગઢમાં જ સ્ટ્રોબેરીની ડિલિવરી કરે છે પરંતુ ભવિષ્યમાં તે બીજા શહેરોમાં પણ પોતાની પ્રોડક્ટ મોકલશે. જેના માટે તે તૈયારીઓ પણ કરી રહ્યા છે.

વૃત્તિ જણાવે છે કે આટલી સારી ઉપજ થઇ હતી કે ચંડીગઢમાં ઘણા લોકોના ઘરે પહોંચવા છતાં પણ સ્ટ્રોબેરી વધતી હતી. ત્યારબાદ અમે થોડું રિસર્ચ કર્યું કે આગળ શું કરી શકીએ. ત્યારબાદ અમે તેનું પ્રોસેસિંગ કરવાનો નિર્ણય કર્યો. જેમાં મારી માતાએ ખુબ જ મદદ કરી. તેમની તેની પ્રોસેસિંગ કરીને જેલી, જામ, ક્રશ જેવા પ્રોડક્ટ બનાવવાનું શરૂ કરી દીધું. અત્યારે તે અડધા ડઝન જેટલા પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે અને તેને માર્કેટમાં સપ્લાય કરી રહ્યા છે. તેમને “ફ્રેશવેલ”નામે તેનું રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું છે.

એક વર્ષની અંદર જ તેમની પાસે 1100થી પણ વધારે ગ્રાહકો જોડાઈ ચુક્યા છે. દરરોજ તેમની પાસે લગભગ 100ની આસપાસ ઓર્ડર આવે છે. જેનાથી તેમને પ્રતિ એકડ 3 લાખ રૂપિયાથી પણ વધારેની કમાણી થઇ રહી છે.

Niraj Patel