કોરોના કાળમાં સામાન્ય માણસોની સાથે ઘણા સેલેબ્રિટીઓ પણ તેનો ભોગ બની ચુક્યા છે. કેટલાક અભિનેતાઓએ કોરોનથી પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે હાલ મળતી ખબર અનુસાર મરાઠી અને હિન્દી સિનેમાના ખ્યાતનામ અભિનેતા કિશોર નાંદલસ્કરનું કોરોના સંક્ર્મણના કારણે નિધન થયું છે.
કિશોરને કોરોના સંક્ર્મની ખબર પડતા જ થાણેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મંગળવારે બપોરે 12:30 કલાકે તેમનું નિધન થઇ ગયું. તેમની ઉંમર 81 વર્ષની જણાવવામાં આવી રહી છે.
નિર્દેશક મહેશ માંજરેકરની ફિલ્મ “જિસ દેશમેં ગંગા રહેતા હે”માં સન્નાટાનું પાત્ર નિભાવીને તે આખા દેશમાં લોકપ્રિય બનાયા હતા. અભિનેતા કિશોરની તબિયત છેલ્લા કેટલાક વર્ષોથી સારી નહોતી રહેતી. તેમને પોતાના કેરિયરમાં 40 નાટકો, 30 ફિલ્મો અને 20 ધારાવાહિકોમાં કામ કર્યું છે.
કિશોર નાંદલસ્કરે તેમની ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને સંજય દત્તની ફિલ્મ “વાસ્તાવ” ઉપરાંત, “સિમ્બા” “ખાખી”, “સિંઘમ” જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. ફિલ્મો ઉપરાંત તેમણે મરાઠી સિનેમા અને સિરિયલોમાં પણ કામ કર્યું હતું.