આ લોકપ્રિય સિંગરે પરિવાર વિરૂદ્ધ જઇ કર્યા હતા લગ્ન, હવે લેવા જઇ રહી છે છૂટાછેડા, પતિ અધધધધ કરોડની ઉચાપતનો અને મારપીટનો આરોપ

માં-બાપની વિરુદ્ધ જઇને લગ્ન કરનાર આ ફેમસ સિંગરનો પતિ સાફ કરી ગયો કરોડોની કમાણી, રકમ જાણીને પગ નીચેથી જમીન ખસી જશે

મહિલા સૂફી સિંગર નૂરા સિસ્ટર્સમાંની એક જ્યોતિ નૂરાએ તેના પતિ વિરુદ્ધ મારપીટ સહિત અનેક ગંભીર આરોપો લગાવીને કેસ દાખલ કર્યો છે. ‘પટાખા ગુડ્ડી’ ગીતથી દુનિયાભરમાં ફેમસ થયેલી જ્યોતિએ જલંધરમાં પતિ કુણાલ પાસી વિરુદ્ધ છૂટાછેડાનો કેસ દાખલ કર્યો છે. કુણાલ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવતા તેણે તેના પતિને વ્યસની પણ કહ્યો છે. તમને જણાવી દઈએ કે જ્યોતિ નૂરાની બહેનનું નામ સુલતાના નૂરા છે. આ બંનેની જોડીએ અત્યાર સુધી ઘણા સુપરહિટ ગીતો માટે અવાજ આપ્યો છે. જ્યોતિ નૂરા જલંધરની છે.

તેણે વર્ષ 2014માં કુણાલ પાસી સાથે લગ્ન કર્યા હતા. જ્યોતિએ તેના પતિ પર નશાની હાલતમાં તેની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું- લગ્નના એક વર્ષ સુધી બધુ બરાબર ચાલ્યું પરંતુ પછી તેણે તેને મારવાનું શરૂ કર્યું. તેણે ઘરના પૈસા પણ નશામાં ઉડાવી દીધા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિંગરે જલંધરમાં પોલીસ સુરક્ષા માંગી હતી અને તેના પતિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સૂફી સિંગર જ્યોતિએ આરોપ લગાવ્યો હતો કે તેણે દેશ અને વિદેશમાંથી જે કંઈ કમાવ્યું તે તેના પતિએ ઉચાપત કર્યું છે.

તેણે કહ્યું કે ‘કુણાલ મારા પૈસાનો હિસાબ જ રાખતો હતો. મેં જે કંઈ કમાવ્યું, તેણે બધું ગુમાવ્યું. મારા 20 કરોડ રૂપિયા તેણે છીનવી લીધા. મારી પાસે માત્ર 92 હજાર રૂપિયા બચ્યા છે. તેણે બધા પૈસા નશામાં ખર્ચ્યા. જ્યોતિએ વર્ષ 2014માં કુણાલ પાસી સાથે લગ્ન કર્યા, જેનાથી પરિવાર નારાજ થઈ ગયો હતો. એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતુ કે તેણે તેના પતિ માટે બધું જ છોડી દીધું હતું. પરંતુ તેણે કદર ન કરી. હવે તેણે છૂટાછેડા માંગ્યા છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો છે કે પતિ માત્ર કામ માટે દબાણ આપતો અને માનસિક રીતે પરેશાન પણ કરતો હતો.

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે અત્યાર સુધી ચૂપ કેમ હતી ? તો આ અંગે જ્યોતિએ કહ્યું કે તે ઈચ્છે છે કે તે ઠીક થાય. પરંતુ પાણી માથા ઉપર જતાં તેણે આગળ આવીને આ પગલું ભરવું પડ્યું હતું. ત્યાં જ્યોતિએ કહ્યું કે તે પિતા અને બહેનને આ બાબતથી દૂર રાખવા માંગે છે કારણ કે તે વૃદ્ધ માતા-પિતાને પરેશાન કરવા માંગતી નથી.જણાવી દઇએ કે, 24 ફેબ્રુઆરી 1994ના રોજ જન્મેલી જ્યોતિ નૂરા બહેન સુલતાના સાથે ગાય છે. બંને નૂરા સિસ્ટર્સ તરીકે ઓળખાય છે.

જ્યોતિ-સુલતાના સૂફી સિંગર તરીકે વિશ્વભરમાં જાણીતી છે. સૂફી સંગીતના પરિવારમાં જન્મેલ આ જોડીએ 2015માં તેમનું પહેલું આલ્બમ ‘યાર ગરીબાં દા’ ગાઈને ખ્યાતિ મેળવી હતી. તે જ વર્ષે તેણે આલિયા ભટ્ટની ‘હાઈવે’નું ‘પટાખા ગુડ્ડી’ ગીત ગાયું હતું. આ ગીતને એટલો પ્રેમ મળ્યો કે તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.

Shah Jina