ખોટી સર્જરીનો શિકાર થઇ આ મશહૂર સિંગર, 42 વર્ષની ઉંમરે ગુમાવ્યો જીવ, તડપી તડપીને મળ્યું મોત, જુઓ PHOTOS

અત્યારના સમયમાં એવું જોવામાં આવે છે કે સેલેબ્સ સુંદર અને આકર્ષક દેખાવ માટે અલગ અલગ રીતની સર્જરી કરાવે છે. જેનું ઘણીવાર પોઝિટિવ રિઝલ્ટ આવે છે તો ઘણીવાર નેગેટિવ રિઝલ્ટ પણ આવે છે.

કેટલાક સેલેબ્સને તો સર્જરીના ખોટા પરિણામને કારણે જીવ પણ ગુમાવવાનો વારો આવે છે. આવું જ કંઇક હાલમાં બ્રાઝિલની મશહૂર પોપ સ્ટાર ડાની લી સાથે થયુ.

ખબર છે કે ખોટી લિપોસક્શન સર્જરીથી થનાર સમસ્યાઓને કારણે ડાની લીનું નિધન થઇ ગયુ. 42 વર્ષની ઉંમરમાં તેના નિધનથી બ્રાઝિલની મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને મોટો ઝાટકો લાગ્યો છે. અંગ્રેજી અખબાર મેટ્રોના રીપોર્ટ અનુસાર, ડાની લીએ હાલમાં જ કોસ્મેટિક સર્જરી કરાવી હતી.

પોતાની બોડીના કેટલાક ભાગમાંથી એક્સ્ટ્રા ફેટ હટાવવા સિંગરે લિપોસક્શન સર્જરી કરાવી, પણ તે પછી તેને ઘણી જટિલતાઓનો સામનો કરવો પડ્યો અને પછી અચાનક તેની તબિયત બગડી ગઇ. જેને કારણે તેનું નિધન થયુ. બ્રાઝિલ પોપ સ્ટારના નિધનથી તેના પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે.

ડાની પરણિત હતી અને તેની એક 7 વર્ષની દીકરી પણ છે. ખબર અનુસાર, તેના પતિ માર્સેલો મીરાએ સ્થાનીય મીડિયાને જણાવ્યુ કે તેના અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવશે. તેની મૃત્યુ બાદ પરિવારના સભ્યો તરફથી શોક સમારોહ રાખવામાં આવશે, જેમાં નજીકના મિત્રો અને અન્ય લોકો આવી તેને અંતિમ અલવિદા કહી શકે છે.

Shah Jina