કાચા બદામ વાળા ભુવન બાદાયકરને નથી મળી રહ્યું કોઈ કામ, તેના જ વાયરલ ગીતને લઈને મુકાઈ ગયો મુશ્કેલીમાં, આવવા લાગ્યા છે કોપીરાઈટ, જાણો સમગ્ર મામલો
સોશિયલ મીડિયાએ ઘણા લોકોને રાતોરાત સ્ટાર બનાવી દીધા. ઘણા લોકોએ પોતાનો ટેલેન્ટ વીડિયોમાં કોઈની સામે બતાવ્યો અને તે વીડિયો સોશિયલ મીડિયામાં આવવાની સાથે જ લોકો પણ તેમના ટેલેન્ટના વખાણ કરવા લાગ્યા. એવો જ રાતો રાત મગફળી વેંચતા વેંચતા ફેમસ થઇ ગયેલો વ્યક્તિ છે ભુવન બાદાયકર. જેણે કાચા બદામ ગીત દ્વારા ખુબ જ લોકપ્રિયતા મેળવી.
થોડા સમય પહેલા ભુવન બાદાયકરે પોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હવે તેમની પાસે મગફળી વેચવાનો સમય નથી અને તેઓ હવે ગાડીઓથી ઘેરાયેલા છે. પરંતુ હવે એ જ ભુવન બાદાયકર મોટી મુશ્કેલીમાં છે. જે ગીતને કારણે ભુવનને લોકપ્રિયતા મળી હતી, તે જ ગીત હવે તે ગાવા સક્ષમ નથી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે ભુવન બાદાયકરને કામ મળતું નથી.
ભુવન બાદાયકરના ‘કાચા બદામ’થી અન્ય લોકો પણ ફેમસ થયા હતા, પરંતુ હવે ભુવન પોતે કમાણી પર નિર્ભર બની ગયા છે. ‘બાંગ્લા આજ તક’ સાથેની વાતચીતમાં ભુવન બાદાયકરે કહ્યું કે હવે તેના ગીત ‘કાચા બદામ’ પર કોપીરાઈટ આવવા લાગ્યા છે, જેના કારણે તે મોટી મુશ્કેલીમાં છે. જેના કારણે હવે તેને કામ મળવાનું બંધ થઈ ગયું છે. જો તમને શો નથી મળી રહ્યા તો તમે કમાણી નથી કરી રહ્યા. ભુવન બાદાયકર પોતાની હાલત જણાવીને રડવા લાગ્યા.
ભુવન બાદાયકરે કહ્યું કે ગોપાલ નામના વ્યક્તિએ તેને 3 લાખ રૂપિયા આપ્યા અને ખાતરી આપી કે તે તેની યુટ્યુબ ચેનલ પર ‘કાચા બદામ’ ગીત વગાડશે. પરંતુ હવે સ્થિતિ એવી છે કે જ્યારે પણ અને જ્યાં પણ ભુવન આ ગીત ગાય છે અને પોતાની ચેનલ પર મૂકે છે ત્યારે કોપીરાઈટ આવે છે. ભુવન બાદાયકરના કહેવા પ્રમાણે, જ્યારે તેણે ગોપાલ નામના વ્યક્તિને આ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તેણે કોપીરાઈટ ક્લેમ ખરીદ્યો છે.
ભુવન બાદાયકર જણાવ્યું કે ગોપાલ નામના વ્યક્તિએ તેમને કેટલાક કાગળો પર સહી કરવા માટે પણ લીધો હતો. તે ભણેલો ન હોવાથી તે સમજી શકતો ન હતો કે તેમાં શું લખ્યું છે અને તે શું સહી કરી રહ્યો છે. જે બાદ ભુવન બદાયકરે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. મામલો હજુ કોર્ટમાં છે. હવે કોર્ટ નક્કી કરશે કે કરારમાં જે પેપર્સ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તે ખોટા હતા કે છેતરપિંડી કે બળજબરીથી કરવામાં આવ્યા હતા.