ક્યારેય જોયું છે ઓરીજીનલ રેશમ કેવી રીતે બને છે ? આ વીડિયોને જોઈને તમારી બધી જ ધારણાઓ દૂર થઇ જશે.. વાયરલ થયો વીડિયો

બજારમાં મળતું મોંઘુ સિલ્ક બને છે આ રીતે ? વીડિયો જોઈને જ લોકો રહી ગયા હક્કાબક્કા, જુઓ તમે પણ

દુનિભરમાં ઘણી બધી વસ્તુઓ છે જેનો ઉપયોગ આપણે રોજ બરોજ કોઈને કોઈ રીતે કરતા  હોઈએ છીએ. પરંતુ એ વસ્તુઓ કેવી રીતે બને છે તેના વિશે આપણને પણ ખબર નથી હોતી, અને જયારે એ વસ્તુઓ બનવા વિશેની હકીકત સામે આવે છે ત્યારે આપણા પણ હોંશ ઉડી જતા હોય છે. હાલ એક એવી જ એક વસ્તુના વીડિયોએ સૌના હોશ ઉડાવ્યા છે.

જો તમે શાળામાં બાયોલોજીનો અભ્યાસ કર્યો હોય, તો તમે કીડામાંથી રેશમ બનાવવાની પ્રક્રિયાને સમજ્યા જ હશો. કદાચ કેટલાક લોકોને આખી પ્રક્રિયા યાદ પણ હોય. પરંતુ શું તમે ક્યારેય તમારી આંખોથી સિલ્ક બનતા જોયું છે ? નાના દેખાતા રેશમના કીડા ખૂબ જ મૂલ્યવાન છે. આનાથી લોકો કરોડોનો વેપાર કરે છે.

રેશમી કપડાંનો આખો ધંધો રેશમના કીડા પર નિર્ભર છે. પરંતુ રેશમ બનાવવું એ 1-2 કલાકનું કામ નથી. આ માટે, એક લાંબી પ્રક્રિયા અપનાવવામાં આવે છે, જે ફક્ત નિષ્ણાત કારીગરો જ કરી શકે છે. પરંતુ તેની ઝલક તમને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં પણ જોવા મળશે. આને લગતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને foodywoody67 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

આ વિડિયો જોયા પછી તમે સમજી શકશો કે સિલ્ક બનાવવામાં કેટલી મહેનત પડે છે. સૌપ્રથમ, કારીગરો રેશમના કીડાઓને લાકડાના ગોળાકાર માળખામાં મૂકે છે. પછી તેઓ તેને સીધો ઊભો છોડી દે છે. થોડા જ સમયમાં રેશમના કીડા કુદરતી રીતે રેસા કાઢે છે અને પોતાના પર ‘પ્યુપા’ અથવા ‘કોષ’ બનાવે છે. આ પ્યુપાને ગરમ પાણીમાં ધોવામાં આવે છે અને ખૂબ જ કાળજીપૂર્વક ફાઇબરને એક પછી એક મશીન પર નાખવામાં આવે છે. અંતે બધા જ રેસાઓ ભેગા થઈને એક દોરી બનાવી લે છે.

 

View this post on Instagram

 

A post shared by FoodyWoody67 (@foodywoody67)

કેટલાક લોકો આ વાયરલ વીડિયોને જોયા બાદ જંતુઓને ન મારવાની સલાહ આપી રહ્યા છે. પરંતુ તેઓ જાણતા નથી કે રેશમના કીડાની ઉંમર 2-3 દિવસની ગણવામાં આવે છે. તે દરરોજ 200-300 ઇંડા મૂકવાની ક્ષમતા ધરાવે છે. ઇંડામાંથી લાર્વા 10 દિવસમાં બહાર આવે છે. લાર્વા તેના મોંમાંથી પ્રવાહી પ્રોટીન સ્ત્રાવ કરે છે. આ પ્રોટીન હવાના સંપર્કમાં આવતાની સાથે જ તે સખત થઈ જાય છે અને દોરાનું સ્વરૂપ લે છે, જેને ‘કોકૂન’ કહેવામાં આવે છે. આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel