8-10 લાખનો ખર્ચીને દીકરીના પિતાએ લગ્નની કરી તૈયારી, જાન માંડવે આવીને ફેરા પહેલા જ ભાગી ગઈ, વરરાજાએ કન્યાની થવાવાળી ભાભી સાથે જ કરી લીધા લગ્ન

કળયુગ ? દીકરી માટે પિતાએ ૮-૧૦ લાખ ખર્ચ્યા,ચાલુ લગ્નએ બાથરૂમ જવાના બહાને ઉભો થયો વરરાજા અને થયો ગાયબ, પછી થયું એવું કે કોઈએ વિચાર્યું પણ નહોતું

કોરોના કાળની અંદર લગ્નની પ્રથાઓ બદલાઈ ગઈ છે, આ દરમિયાન ઘણા એવા કિસ્સાઓ પણ સાંભળવા મળ્યા છે જે જાણીને કોઈપણ હેરાન રહી જાય, ઘણા કિસ્સાઓમાં આપણે જોયું છે કે કન્યાએ જાનને વીલા મોઢે પાછી વાળી હોય, તો ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે માંડવે આવેલી જાન કોઈને કોઈ કારણસર પાછી પણ ચાલી ગઈ હોય. આવી જ એક ઘટના હાલ સામે આવી છે જેને ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આટા-સાટા પ્રથા અંતર્ગત એક ભાઈ અને બહેનના લગ્ન થવાના હતા. પરંતુ જયારે બહેનના લગ્ન તૂટી ગયા તો ભાઈને પણ કુંવારા રહેવાનો સમય આવી ગયો. ફેરા પહેલા જ દહેજની માંગણી કરીને જાનને પાછી લઇ જવામાં આવી. એવામાં ભાઈ અને બહેન બંને કુંવારા રહી ગયા. આ ઘટના 3 જુલાઈની છે.

આ ઘટના સામે આવી છે રાજસ્થાનના તારપુરા ગામની અંદરથી. જ્યાં ગામની અંદર જાન ઝુંઝનુંના બુગાલાથી આવી હતી. ફેરા પહેલા જ છોકરા પક્ષે સવા લાખ રૂપિયા અને બાઈકની માંગણી કરી.

જયારે છોકરીના પિતાએ પૈસાની વ્યવસ્થા કરવા માટે સમય માંગ્યો તો વરરાજા બાથરૂમ જવાના બહાને ત્યાંથી છટકી ગયો અને ધીમે ધીમે બધા જાનૈયાઓ પણ ત્યાંથી ચાલ્યા ગયા. ઘટનાની જાણ થતા જ કન્યાએ વરરાજા અને તેના પરિવાર વિરુદ્ધ એસપી પાસે ફરિયાદ નોંધાવી.

તારપુરા ગામની સુભિતાના લગ્ન બુગાલાના અજય સાથે 3 જુલાઈના રોજ થવાના હતા. સુભીતના ભાઈ પંકજના લગ્ન આટા સાટા પ્રથા અંતર્ગત કંચન સાથે 5 જુલાઈના રોજ થવાના હતા. તેમનો સંબંધ અજયના મામા આનંદ કુમારે કરાવ્યો હતો. અને આ બધું આટા સાટા પ્રથા અંતર્ગત કરવામાં આવી રહ્યું હતું.

તો બીજી તરફ અજયે રવિવારના રોજ ઝુંઝનું જઈને કંચન જે સુભિતાની ભાભી બનાવની હતી તેની સાથે જ લગ્ન કરી લીધા. 3 જુલાઈના રોજ વરરાજાના ફરતા થયા બાદ કન્યા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કન્યાએ ફરિયાદમાં નોંધાવ્યું છે કે લગ્નની તૈયારીઓ માટે તેના પરિવાર દ્વારા કરવામાં આવેલો ખર્ચ 8થી 10 લાખ રૂપિયા પરત આપવામાં આવે.  આ ઉપરાંત તેને અજય ઉપર માનસિક તેમજ શારીરિક શોષણનો પણ આરોપ લગાવ્યો છે.

Niraj Patel