સિદ્ધાર્થ શુક્લા પાછળ છોડી ગયા પરિવાર માટે કરોડોનું આલીશાન ઘર, જુઓ અંદરની તસવીરો
અભિનેતા સિદ્ધાર્થ શુક્લા ભલે હવે આપણી વચ્ચે રહ્યા નથી, પરંતુ તેમની યાદો હંમેશા રહેશે. સિદ્ધાર્થનો અભિનય, ડાંસિંગ સ્ટાઇલ, હૈંડસમ લુક, સ્ટ્રોન્ગ અને બેબાક પર્સનાલિટી ચાહકોને ઘણી પસંદ આવતી હતી. સિદ્ધાર્થ શુક્લા પ્રાઇવેટ પર્સન હતા. તેમના પ્રાઇવેટ જીવનને તેઓ વધારે ઓપન કરતા ન હતા. પરંતુ બિગબોસના ઘરમાં ચાહકોને તેમને જાણવાનો મોકો મળ્યો. સિદ્ધાર્થને બિગબોસ-13થી ખૂબ જ પ્રસિદ્ધિ મળી.
સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થની ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત હતી. બિગબોસથી નીકળ્યા બાદ સિદ્ધાર્થ જયારે વિનર બની બહાર આવ્યા તો તેના કેટલાક સમય બાદ જ કોરોના વાયરસને કારણે લોકડાઉન લાગી ગયુ હતુ. સિદ્ધાર્થે કે સમયે યુટયૂબ ચેનલ પર ક્વોરેન્ટાઇન લાઇફ ચાહકો સાથે શેર કરી હતી.
સિદ્ધાર્થના અચાનક નિધનથી સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોક છે. એવામાં પરિવાર માટે અભિનેતા બેશુમાર પ્રોપર્ટી છોડીને ગયા છે. સિદ્ધાર્થ મુંબઇમાં એક શાનદાર ઘરમાં માતા રીટા શુક્લા સાથે રહેતા હતા. તેઓ ટીવીના હાઇએસ્ટ પેડ અભિનેતાઓમાંના એક હતા, જેમની ફીસ કરોડોમાં હતી.
એવામાં સિદ્ધાર્થ પરિવાર માટે ઘણુ છોડી ગયા છે. અભિનેતાનું ઘર તેમની જેમ બિલકુલ સ્ટાઇલિશ છે. તેમણે ઘર તેમના હિસાબથી ડિઝાઇન કરાવ્યુ છે. ઘરના ઇન્ટિરિયરથી લઇને એક્સટીરિયર સુધી એક-એક વસ્તુ સિદ્ધાર્થની પસંદની છે. તેમણે તેમના કરિયર દરમિયાન ઘણા એવોર્ડ્સ પણ જીત્યા છે. જેને તેઓ ખૂબ સજાવીને રાખતા હતા.
સિદ્ધાર્થ પાસે રોજ ઘણા પ્રોજેક્ટ્સ આવતા હતા, તે સ્ક્રિપ્ટ્સ વાંચવા માટે શાંતિમાં બેસવુ પસંદ કરતા હતા. આ માટે તેમણે એક ખાસ રૂમ બનાવીને રાખ્યો હતો. ઘરના ફ્લોરથી લઇને સીલિંગ અને ફર્નીચર સુધી બધી જ વસ્તુ ખૂબ જ ખાસ છે. સિદ્ધાર્થ તેમની બેઠકમાં રંગબેરંગી લાઇટ્સ લગાવી હતી.
જણાવી દઇએ કે, સિદ્ધાર્થે એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં સિદ્ધાર્થ કિચનમાં વાસણ સાફ કરતા, શાકભાજી કાપતા, ડસ્ટિંગ કરતા, કચરો વાળતા જોવા મળી રહ્યા હતાા. સિદ્ધાર્થ બધા કામ પોતે કરતા હતા. વીડિયોમાં તેમનાા શાનદાર ઘરની ઝલક પણ જોવા મળી હતી. તેમણે તેમના હોલમાં એક મોટુ સી ટીવી લગાવ્યુ છે. ટીવીની સાઇડમાં તેમણે બધી ટ્રોફી રાખેલી છે.