બ્રેકીંગ ન્યુઝ : વધુ એક દિગ્ગજ અભિનેતાનું થયું નિધન, 40 વર્ષની ઉંમરે જ દુનિયાને કહ્યું અલવિદા, જાણો વિગત

છેલ્લા ઘણા સમયથી મનોરંજન જગતથી અનેક ખરાબ સમાચાર આવી રહ્યા છે, ત્યારે હાલ જ વધુ એક સમાચાર સામે આવ્યા છે. અભિનેતા અને બિગબોસ વિનર રહી ચૂકેલા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારના રોજ નિધન થઇ ગયુ છે. મુંબઇની કપૂર હોસ્પિટલે સિદ્ધાર્થના નિધનની પુષ્ટિ કરી છે. 40 વર્ષિય સિદ્ધાર્થની મોત હાર્ટ એટેકને કારણે થઇ છે.

સિદ્ધાર્થ શુક્લાને ટીવી શો બાલિકા વધુથી પોપ્યુલારિટી મળી હતી. તે બાદ તેમણે કયારેય પાછળ વળીને જોયુ નથી. તે દિલ સે દિલ તક ધારાવાહિકમાં પણ જોવા મળ્યા હતા. બોલિવુડમાં તેમણે હમ્પટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ.

સિદ્ધાર્થની મોતની ખબર સામે આવતા જ પૂરી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઇ ગઇ છે. તેમના ચાહકોને આ ખબરથી ઝાટકો લાગ્યો છે. તેમણે ઘણી નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધુ. જણાવી દઇએ કે, તેમને “બિગબોસ 13″થી ખૂબ જ પ્રસિદ્ધી મળી હતી. તેમની જોડીને પંજાબી અભિનેત્રી  શહેનાઝ ગિલ સાથે ઘણી પસંજ કરવામાં આવતી. બંને હાલમાં જ બિગબોસમાં જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ શુક્લા ફિયર ફેક્ટર ખતરો કે ખિલાડી સિઝન 7માં જોવા મળ્યા હતા. તેમણે સાવધાન ઇંડિયા અને ઇંડિયાઝ ગોટ ટેલેન્ટ શોને પણ હોસ્ટ કર્યો છે. તેમનો જન્મ 12 ડિસેમ્બર 1980ના રોજ મુંબઇના હિંદુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે મોડલિંગના દિવસોમાં જ તેમના પિતાને ગુમાવ્યા હતા.

સિદ્ધાર્થે વર્ષ 2004માં ટીવીથી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2008માં તે બાબુલ કા આંગન છૂટે ના નામથી ટીવી ધારાવાહિકથી ડેબ્યુ કર્યુ હતુ. પરંતુ તેમને ઓળખ બાલિકા વધુથી મળી હતી. તેમને આ શોથી ઘરે ઘરે ઓળખ મળી હતી.સિદ્ધાર્થ શુક્લાનો છેલ્લો ડાન્સ વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shehnaaz Gill (@shehnaazgill)

બોલિવૂડ સુપરસ્ટાર અને બિગ બોસના હોસ્ટ સલમાન ખાને પણ સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ શુક્લાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું, “બહુ જલ્દી ચાલ્યો ગયો સિદ્ધાર્થ … તને યાદ કરશે. પરિવાર માટે સંવેદના.”


હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાં સિદ્ધાર્થ શુક્લા સાથે કામ કરનાર અભિનેતા વરુણ ધવને પણ શોક વ્યક્ત કર્યો છે. વરુણે તેની અને આલિયા ભટ્ટ સાથે જૂની તસવીર શેર કરી છે. તેમણે લખ્યું, “RIP ભાઈ. તમને ઘણા પ્રેમ. આજે સ્વર્ગને એક તારો મળ્યો છે અને અમે એક ગુમાવ્યો છે. પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી estંડી સંવેદના.

Shah Jina