આલિયાના રણબીર સાથેના લગ્ન પર એક્સ બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રાએ આપી પ્રતિક્રિયા, કહી આવી વાત

બોલિવૂડના જાણીતા લવબર્ડ રણબીર અને આલિયાએ 14 એપ્રિલના રોજ લગ્ન કરી લીધા છે. બન્ને મુંબઈમાં આવેલા વાસ્તુ એપાર્ટમેન્ટમાં લગ્ન કર્યા. બન્ને પોતાના લગ્નને સીક્રેટ રાખ્યા હતા. જો કે લગ્ન બાદ બન્ને મીડિયા સામે આવ્યા હતા અને પોઝ આપ્યા હતા. આલિયાએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર લગ્નની કેટલીક શાનદાર તસવીરો પણ શેર કરી છે. આ તસવીરો શેર કરતાની સાથે જ વાઈરલ થવા લાગી. તેના પર મોટી સંખ્યામાં લોકો અભિનંદન પાઠવી રહ્યા છે.

આ તસવીર પર આલિયા ભટ્ટના એક્સ બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ કોમેન્ટ કરી છે. તેમણે રણબીર અને આલિયાના શુભકામના પાઠવી છે અને લખ્યું, બહુ પ્યારઅને ખુશી. માત્ર સિદ્ધાર્થ મલ્હોત્રા જ નહીં, રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ્સ કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણે પણ પ્રતિક્રિયા આપી છે.

તેમણે લગ્નની તસવીરો પર પ્રતિક્રિયા આપતા લખ્યું, તમારા બન્ને માટે જિંદગીભર પ્યાર, હસી-ખુશીની કામના કરુ છું. તો બીજી તરફ કેટરિના કેફે લખ્યું, તમને બન્નેને ખુબ સારી શુભકામના. બહુ સારો પ્યાર અને ખુશીઓ. તમને જણાવી દઈએ કે રણબીર પોતાના કેરિયરની શરૂઆતમાં દીપિકાને ડેટ કરતો હતો. બન્નેએ લગભગ દોઠ વર્ષ સુધી એકબીજાને ડેટ કરી પરંતુ પછી બન્નેનું બ્રેકઅપ થઈ ગયું.

ત્યાર બાદ દીપિકાએ રણવીર સાથે લગ્ન કરી લીધા. દીપિકા સાથેના બ્રેક અપ બાદ રણબીર કેટરિના કેફને ડેટ કરવા લાગ્યો અને અંદાજે 6 વર્ષ વર્ષ રિલિશનમાં રહ્યા બાદ બન્ને જુદા પડી ગયા. કેટરિનાએ ગયા વર્ષે વિકી કૌશલ સાથે લગ્ન કરી લીધા. જો વાત કરીએ આલિયાના એક્સ બોયફ્રેન્ડની તો તેનું નામ ઘણા સમયથી કિયારા અડવાણી સાથે જોડવામાં આવી રહ્યું છે.

આલિયા અને રણબીરના લગ્ન પર બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને શુભકામના પાઠવી છે. અમિતાભ બચ્ચને તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બ્રહ્માસ્ત્ર ફિલ્મના કેસરિયા ગીતની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરીને બંનેને શુભકામના પાઠવી છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

બીગ બીએ તેમના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, અમારા ઈશા અને શિવાને ઘણો પ્રેમ અને શુભકામનાઓ. તેમણએ આગળ લખ્યું, બંને થોડા સમયમાં એક ખાસ સફર શરૂ કરવા જઈ રહ્યા છે તેથી બંનેનું જીવન રોશનીથી ભરેલું રહે. ટીમ બ્રહ્માસ્ત્ર તરફથી આ ઉજવણીને ખાસ અંદાજમાં શરૂ કરીએ. નોંધનિય છે કે, બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં આલિયા ભટ્ટના પાત્રનું નામ ઈશા અને રણબીરના પાત્રનું નામ શિવા છે.

YC