મેચિંગ આઉટફિટમાં સ્ટનિંગ લાગ્યા સિદ્ધાર્થ-કિયારા, એકબીજાનો હાથ થામી આવી રીતે આપ્યા પરફેક્ટ પોઝ- જુઓ તસવીરો

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 12 ફેબ્રુઆરીના રોજ ગ્રેન્ડ પાર્ટી રાખી હતી. સિદ્ધાર્થ કિયારાની રિસેપ્શન પાર્ટીમાં બોલિવુડની લગભગ મોટાભાગની હસ્તી અને મુકેશ અંબાણીના દીકરા આકાશ અને વહુ શ્લોકા સામેલ થયા હતા. પૂરી પાર્ટીમાં સિદ્ધાર્થ અને કિયારાના લુકની ઘણી ચર્ચાઓ થઇ હતી.

બંનેની ખૂબસુરત કેમેસ્ટ્રીએ ચાહકોના દિલ જીતી લીધા હતા. કપલે બ્લેક કલરમાં ટ્વિનિંગ કર્યુ હતુ. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 12 ફેબ્રુઆરીએ મુંબઇની ફાઇવ સટાર હોટલમાં બોલિવુડ સ્ટાર્સ અને વીઆઇપી ગેસ્ટ્સ માટે રિસેપ્શન પાર્ટી રાખી હતી. બોલિવુડ સ્ટાર્સની મહેફિલમાં સિદ્ધાર્થ-કિયારાનો લુક ટોક ઓફ ધ ટાઉન બન્યો રહ્યો.

કિયારા અડવાણીએ પોતાના વેડિંગ રિસેપ્શન માટે બ્લેક વ્હાઇટ બોડીકોન ડ્રેસ પસંદ કર્યો હતો.આ સાથે અભિનેત્રીએ પન્ના અને હીરાનો જડાઉ મહારાની હાર પહેર્યો હતો. આ સાથે અભિનેત્રીએ કાનમાં કોઇ જ જ્વેલરી કેરી નહોતી કરી. સિંપલ ગ્લેઇંગ મેકઅપ સાથે કિયારાના લુકે લોકોને પોતાના કાયલ બનાવી દીધા.

સિદ્ધાર્થે પત્ની સાથે ટ્વિનિંગ કરતા બ્લેક સીક્વેન જેકેટ, હાઇનેક ઇનર અને બ્લેક પેન્ટ કેરી કર્યુ હતુ. સિદ્ધાર્થનો ઓલ બ્લેક લુક ખૂબ જ સ્ટાઇલિશ અને ડેશિંગ લાગી રહ્યો હતો. સિદ્ધાર્થ અને કિયારા વેડિંગ રિસેપ્શન પાર્ટીમાં એક રોયલ કપલ વાઇબ્સ આપતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેઓએ પેપરાજીઓને બિલકુલ નિરાશ ન કર્યા અને ઘણા બધા પોઝ આપ્યા હતા.

ન્યુલી વેડ કપલ રિસેપ્શન વેન્યુ પર એકદમ સજી ધજી પહોંચ્યુ હતુ. જણાવી દઇએ કે, સિદ્ધાર્થ અને કિયારાએ સાત ફેબ્રુઆરીએ રાજસ્થાનના સૂર્યગઢ પેલેસમાં એકદમ નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન પણ ટોક ઓફ ધ ટાઉન બની રહ્યા હતા. જે બાદ તેઓ દિલ્લી સ્થિત ઘરે પહોંચ્યા હતા.

ત્યાં વિધિ બાદ તેઓ માટે પરિવારે એક નાની પાર્ટીનું પણ આયોજન રાખ્યુ હતુ. તે બાદ સિદ્ધાર્થ અને કિયારા ગઇકાલના રોજ દિલ્લીથી મુંબઇ આવ્યા હતા અને અહીં બોલિવુડ સ્ટાર્સ માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Shah Jina