શ્વેતા તિવારીએ અતરંગી કપડામાં કરાવ્યુ કાતિલાના ફોટોશૂટ, અદાઓ પર દિલ હારી બેઠા ચાહકો

‘ખતરો કે ખિલાડી’ બેબ્સ શ્વેતા તિવારી આજે પણ દેખાય છે ગજબની ખુબસુરત, નવી તસ્વીરોમાં છલકાઈ ગઈ હોટનેસ…ઉફ્ફ્ફ

ટીવી ઇન્ડસ્ટ્રીની મશહૂર અભિનેત્રી શ્વેતા તિવારી જલ્દી જ રિયાલિટી શો “ખતરો કે ખિલાડી” સિઝન 11માં જોવા મળશે. શોનું ગ્રાંડ લોન્ચ હાલમાં જ 8 જુલાઇના રોજ આયોજિત કરવામાં આવ્યુ હતુ. જેમાં શોનો ભાગ રહેલા બધા કંટેસ્ટન્ટ અને હોસ્ટ રોહિત શેટ્ટી પણ નજર આવ્યા.

શોના ગ્રાંડ લોન્ચમાં અભિનેત્રી શ્વેતા તિવારી તેના લુકને લઇને ઘણી ચર્ચામાં રહી. તેણે શોના બધા કંટેસ્ટન્ટથી ડિફરન્ટ અને ખૂબ જ સ્ટાઇલિશ આઉટફિટ પસંદ કર્યો હતો, જેણે બધાનું ધ્યાન ખેંચ્યુ હતુ.

શ્વેતા તેની પ્રોફેશનલ લાઇફ સાથે સાથે પર્સનલ લાઇફને લઇને પણ વધુ ચર્ચામાં રહે છે. શોની શુટિંગ માટે કેપટાઉન ગયા પહેલા તે તેની પર્સનલ લાઇફને લઇને ઘણી ચર્ચામાં રહી હતી. શ્વેતાની આ ફિટનેસ અને શાર્પ માઇન્ડ શોમાં તેમના કામ આવશે કે નહિ હવે તે જોવાનું રહ્યુ. શોના કેટલાક પ્રોમો વીડિયો આવી ચૂક્યા છે પરંતુ ચાહકો હવે શોની રાહ જોઇ રહ્યા છે.

શ્વેતા તિવારી આ સિઝનની સૌથી દમદાર કંટેસ્ટન્ટમાંની એક છે. શોમાં ગયા પહેલા તેણે ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપ્યુ છે. શ્વેતા તિવારીનો આ લુક ઘણો જ ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે ચાહકો પણ શ્વેતાની ઘણી પ્રશંસા કરી રહ્યા છે.

શ્વેતાએ વ્હાઇટ ટ્રાઉઝર અને બ્લેઝર પર બનેલ પેટર્ન ઘણી યુનિક અને અલગ હતી. તેણે તેના આ લુકમાં ઘણી તસવીરો શેર કરી છે, જે વાયરલ થઇ રહી છે.

શ્વેતા તિવારીએ પરફેક્ટ બોડી સાથે એબ્સ પણ બનાવ્યા છે. ખતરો કે ખિલાડી 11ના લોન્ચ દરમિયાન શ્વેતા તિવારીનો હોટ અંદજ જોઇ બધા હેરાન રહી ગયા હતા. ગ્લેમરસ મામલે તે બધાને ટક્કર આપે છે.

આ ઇવેન્ટમાં આમ તો બધા જ કંટેસ્ટન્ટનો સ્ટાઇલિશ અંદાજ જોવા મળ્યો હતો, પરંતુ શ્વેતા તિવારીએ વધારે બાજી મારી લીધી હતી. તેનો સ્ટાઇલિશ અંદાજ ચાહકોને ઘણો પસંદ આવ્યો હતો. ચાહકો તો શ્વેતાની તસવીરો પર કમેન્ટોનો વરસાદ વરસાવી રહ્યા છે.

Shah Jina