CSK સામે શુભમન ગિલથી થઇ ગઈ મોટી ભૂલ, ફટકાર્યો લાખોનો દંડ, જાણો શુભમનના પગારમાંથી કપાશે આ પૈસા ? કે કોણ ચુકવશે ?
Shubman Gill Fined For Code Of Conduct : હાલ દેશભરમાં આઇપીએલનો ખુમાર છવાયેલો છે, દરેક વ્યક્તિ પોતાની ગમતી ટીમને સપોર્ટ કરી રહ્યા છે અને દરેક મેચ રોમાંચક પણ બનતી જોવા મળી રહી છે. આ ક્રમમાં ,મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ યોજાઈ હતી, બંને ટીમો પોતાની પહેલી મેચ જીતીને આવ્યા હતા, ત્યારે આ મેચમાં ચેન્નાઈએ ગુજરાતને હરાવ્યું. પરંતુ સાથે જ ચેન્નાઈ સામેની મેચ દરમિયાન ધીમી ઓવર રેટ બદલ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આઈપીએલના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે – ન્યૂનતમ ઓવર રેટ સંબંધિત આઈપીએલ આચાર સંહિતા હેઠળ આ સિઝનમાં તેની ટીમનો પ્રથમ ગુનો હતો. તેથી ગિલ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગિલની આગેવાની હેઠળની ટીમને I0PL 2024માં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. ચેપોકમાં રમાયેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે જીટીને 63 રનથી હરાવ્યું હતું.
શુભમન ગીલ ગુજરાત ટાઇટન્સમાં પ્રથમ વખત IPL ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરી રહ્યો છે, તેણે તેની પ્રથમ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે છ રનથી જીત મેળવી હતી. ત્યારે ધીમા ઓવર રેટના કારણે શુભમનને 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વાસ્તવમાં, આવો દંડ સંબંધિત ફ્રેન્ચાઇઝીઓ પોતે ચૂકવે છે. આ માટે, ખેલાડીએ વધારાના પૈસા ચૂકવવાના નથી અને ન તો આ પૈસા તેના પગારમાંથી કાપવામાં આવે છે.
ગુજરાત ટાઇટન્સ હવે તેની આગામી મેચ 31 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમવાની છે. આ મેચ શુભમન ગિલના લકી ગ્રાઉન્ડ એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પોતાની કેપ્ટનશિપ અંગે શુભમને કહ્યું- હું ઘણી નવી વસ્તુઓ શીખી રહ્યો છું. હું નવા અનુભવો અને વિવિધ વસ્તુઓની રાહ જોઈ રહ્યો છું. ગુજરાત ટાઇટન્સ જેવી ટીમની કેપ્ટનશિપ કરવી રોમાંચક છે. અમે છેલ્લા કેટલાક વર્ષોમાં ફાઈનલમાં પ્રવેશ કર્યો છે, તેથી તે ખૂબ જ રોમાંચક છે.