રામાયણના “શ્રીરામ”ની દીકરી રિયલ લાઇફમાં છે ખૂબ ગ્લેમરસ, લાઇમલાઇટથી રહે છે દૂર- જુઓ તસવીરો

ટીવીના પ્રખ્યાત નિર્દેશક અને નિર્માતા રામાનંદ સાગરની સૌથી પ્રખ્યાત સિરિયલ ‘રામાયણ’ 32 વર્ષ પછી પણ અકબંધ છે. વર્ષો પછી પણ આ શોમાં કામ કરતા કલાકારોને દર્શકો તરફથી ખૂબ જ પ્રેમ મળે છે. ‘રામાયણ’ના મુખ્ય પાત્રો ભજવનાર કલાકારોને આજે પણ તેમના પાત્રોના નામથી યાદ કરવામાં આવે છે. આજે અમે તમને રામાયણના ‘શ્રી રામ’ એટલે કે અરુણ ગોવિલની દીકરી સોનિકા ગોવિલનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. જે ગ્લેમરની દુનિયાથી દૂર રહીને પણ ખૂબ જ ગ્લેમરસ જીવન જીવે છે.

સોનિકા ગોવિલ અભિનેતા અરુણ ગોવિલની દીકરી છે. સોનિકા ગોવિલ ભલે દેશના સૌથી પ્રખ્યાત અભિનેતાની દીકરી હોય, પરંતુ તે પોતાના અંગત જીવનને લાઈમલાઈટથી દૂર રાખવામાં માને છે. સોશિયલ મીડિયાથી દૂર હોવા છતાં સોનિકાએ લોકોની નજરથી બચવાનો રસ્તો શોધી કાઢ્યો છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને પ્રાઇવેટ રાખ્યુ છે. સોનિકા ગોવિલે વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે માર્કેટિંગ કોમ્યુનિકેશનમાં ડિગ્રી મેળવી છે.

સોનિકા આ ​​દિવસોમાં મુંબઈની માઇન્ડ શેર કંપનીમાં ‘પ્લાનિંગ એક્ઝિક્યુટિવ’ તરીકે કામ કરે છે, જ્યાં તે 2016થી કામ કરી રહી છે. સોનિકા ઘણીવાર તેના પિતા સાથે તસવીરોમાં પોઝ આપતી જોવા મળે છે. બોલિવૂડમાં ઘણા એવા સેલેબ્સ છે જેમના બાળકો હેડલાઇન્સ બનાવે છે. જ્યાં સૈફ અલી ખાનના દીકરા તૈમુર અને જેહની ક્યુટનેસ ચર્ચામાં હોય છે તો બીજી તરફ અભિષેક બચ્ચન આરાધ્યાને લઇને ચર્ચામાં હોય છે. જો કે, બીજી બાજુ, કેટલાક સ્ટાર કિડ્સ એવા છે જે હંમેશા ગ્લેમરની દુનિયાથી અંતર રાખે છે.

અરુણ ગોવિલની સુંદર દીકરી સોનિકા ગોવિલ પણ આમાંની જ એક છે. અન્ય સ્ટાર કિડ્સની જેમ રામાયણની રામની દીકરી પણ ખૂબ જ ગ્લેમરસ છે પરંતુ તેને ઈન્ડસ્ટ્રીની ચકાચોંધ પસંદ નથી. 12 જાન્યુઆરી 1960ના રોજ મેરઠમાં જન્મેલા અરુણ ગોવિલે ભારતીય અભિનેત્રી શ્રીલેખા સાથે લગ્ન કર્યા હતા. તેમને 2 બાળકો છે, એક દીકરો અમલ ગોવિલ અને એક દીકરી સોનિકા ગોવિલ. સોનિકાની તેના ભાઈ સાથે ખૂબ જ સારી બોન્ડિંગ છે.

સોનિકા 2016થી મુંબઈમાં માઇન્ડ શેર કંપનીમાં પ્લાનિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી રહી છે. ગ્રૂપ, મેક્સસ જેવી કંપનીઓમાં કામ કરી ચૂકેલી સોનિકાએ પાર્ટ ટાઈમ આસિસ્ટન્ટ મીડિયા માર્કેટિંગ મેનેજર તરીકે પણ કામ કર્યું છે. સોનિકાને પાર્ટી કરવાનો ઘણો શોખ છે. જોકે તે સોશિયલ મીડિયાથી અંતર જાળવી રાખે છે.

રામાયણ શો સિવાય અરુણ ગાવિલે ઘણા ટીવી શો અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. બીજી તરફ જો રિયલ લાઈફની વાત કરીએ તો તેમની પત્નીનું નામ શ્રીલેખા છે. જણાવી દઈએ કે શ્રીલેખા એક અભિનેત્રી રહી ચુકી છે. તેણે વર્ષ 1996માં ‘હિમ્મતવાર’ અને ‘છોટા સા ઘર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. ફિલ્મ ‘હિમ્મતવાર’માં શ્રીલેખાએ ધર્મેન્દ્ર, મુકેશ ખન્ના અને ગજેન્દ્ર ચૌહાણ જેવા કલાકારો સાથે સ્ક્રીન શેર કરી હતી.

ભગવાન રામના રોલથી અરુણ એટલા ફેમસ થઈ ગયા હતા કે શૂટિંગ દરમિયાન ઘણી વખત લોકો તેમની પાસેથી આશીર્વાદ લેવા સેટ પર પહોંચી જતા હતા. આ વાત તેમણે પોતે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહી હતી.

એટલું જ નહીં, ટીવી પર શો શરૂ થતાં જ લોકો ફૂલોના હાર ચઢાવતા હતા. લોકોની નજરમાં અરુણ ગોવિલ એવી રીતે રામના રોલમાં આવી ગયા કે લોકો તેમને માત્ર રામના રોલમાં જ જોવાનું પસંદ કરતા હતા. પરિણામે તેની અભિનય કારકિર્દીનો અંત આવ્યો.

Shah Jina