ટીમ ઈન્ડિયાના ક્રિકેટર શ્રેયસ ઐય્યરે પોતાના પ્રદર્શનના દમ પર ઘણી પ્રસિદ્ધિ મેળવી છે. મીડિયામાં તેમના અંગત જીવન વિશે ઓછી ચર્ચા થાય છે. આજે આપણે તેના અંગત જીવન કે તેના વિશે વાત નથી કરવાના પણ તેની બહેન બહેન શ્રેષ્ઠા ઐય્યર વિશે વાત કરવાના છીએ, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. શ્રેયસ અય્યરની નાની બહેન શ્રેષ્ઠા ઐય્યર વિશે ઈન્ટરનેટ પર વધુ માહિતી નથી, પરંતુ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોઈને કહી શકાય કે તે તેના ભાઈ જેટલી જ ક્રેઝી છે.
View this post on Instagram
શ્રેષ્ઠા ઐય્યર 29 એપ્રિલે તેનો જન્મદિવસ ઉજવે છે. તેના પિતા સંતોષ ઐય્યર કેરળના થ્રિસુર જિલ્લાના છે, જ્યારે માતા રોહિણી ઐય્યર મૂળ કર્ણાટકના મેંગલોર શહેરના છે. શ્રેયસ ઐય્યરની બહેન શ્રેષ્ઠા ઐય્યર ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ પ્રખ્યાત છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 43.7k ફોલોઅર્સ છે. શ્રેષ્ઠા ઐય્યર વારંવાર તેના ડાન્સ વીડિયો અને રીલ્સ પોસ્ટ કરે છે, જે ચાહકોને ખૂબ ગમે છે. શ્રેષ્ઠાએ તેની કારકિર્દીમાં હંમેશા તેના ભાઈને સાથ આપ્યો છે.
View this post on Instagram
શ્રેયસ ઐય્યરની બહેન શ્રેષ્ઠા ઐય્યર પ્રોફેશનલ ડાન્સર અને કોરિયોગ્રાફર છે. સોશિયલ મીડિયા પર પણ તેના ફેન્સ મોટી સંખ્યામાં છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણે પોતાના કામ વિશે ઘણી તસવીરો પોસ્ટ કરી છે. શ્રેયસ ઐય્યરે પણ પોતાની બહેન સાથેના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યા છે. બંને ઘણી વખત સાથે મસ્તી કરતા પણ જોવા મળ્યા હતા. ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં શ્રેયસ ઐય્યરને ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો.
View this post on Instagram
તે ટીમ ઈન્ડિયા માટે ODI અને T20માં ઉતર્યો હતો. તેણે પ્રથમ ટેસ્ટમાં 105 રન બનાવ્યા હતા. તે IPLમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન પણ રહી ચુક્યો છે. શ્રેષ્ઠા ઐય્યર પણ પોતાને પ્રાણી પ્રેમી ગણાવે છે. ઐય્યર પરિવાર મુંબઈમાં રહે છે. પરંતુ તે મૂળ કેરળનો છે. 26 વર્ષીય શ્રેયસ ઐય્યરે 2014માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. તેણે 4500થી વધુ રન બનાવ્યા છે.
View this post on Instagram
તેણે 13 સદી ફટકારી છે. શ્રેયસ ઐય્યર ખભાની ઈજાને કારણે IPL 2021ના પ્રથમ તબક્કામાં રમી શક્યો ન હતો. તે T20 વર્લ્ડ કપમાં રિઝર્વ ખેલાડી તરીકે સામેલ હતો. કેએલ રાહુલની ઈજાના કારણે તેને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો શ્રેયસ ઐય્યર ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર 16મો ભારતીય છે.
View this post on Instagram
છેલ્લા ત્રણ ખેલાડીઓની વાત કરીએ તો ત્રણેય મુંબઈના છે. ઐય્યર પહેલા રોહિત શર્મા અને પૃથ્વી શોએ આ કર્યું હતું. બંનેએ વેસ્ટ ઈન્ડિઝ સામે સદી ફટકારી હતી.