આ બોલિવૂડના આ સિંગરનો પાર્થિવ દેહ આપવાનો હોસ્પિટલે કર્યો ઇનકાર, કહ્યુ- “પહેલા 10 લાખ રૂપિયા ચૂકવો”

ગુરુવારના રોજ બોલીવુડના ખ્યાતનામ મ્યુઝિક ડાયરેક્ટર શ્રવણ રાઠોડનું મુંબઈની એસએલ રહેજ હોસ્પિટલમાં નિધન થઇ ગયું છે. તે કોરોના સંક્રમિત થયા હતા. તેમને ઘણી સમસ્યાઓ હતી અને તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા.

તમને જણાવી દઇએ કે, શ્રવણ રાઠોડને હદય સંબંધિત ગંભીર સમસ્યા હતી. ડાયાબિટિસ અને કોરોનાએ તેમના સ્વાસ્થ્યને વધુ બગાડી દીધું હતું. તેમના પુત્ર સંજીવને પણ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. કારણ કે તે પણ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા.

તેમના નિધનના સમાચારથી સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ દરમિયાનમાં સમાચાર આવી રહ્યા છે કે સંગીતકારનો પાર્થિવ દેહ હજી પરિવારને સોંપાયો નથી. એસ.એલ. રહેજા હોસ્પિટલે પરિવારને 10 લાખ રૂપિયાનું બિલ અગાઉથી ચૂકવવા કહ્યું છે, જ્યારે શ્રવણ પાસે વીમા પોલિસી છે. જો કે આ મામલે શ્રવણના ભાઈ કે પરિવાર તરફથી હજી સુધી કોઈ નિવેદન આવ્યું નથી.

કેઆરકે બોક્સ ઓફિસ દ્વારા ટ્વીટ કરી આ દાવો કરવામાં આવ્યો છે. જો કે, હાલ તો શ્રવણ કુમાર રાઠોડના પરિવારના સ્ટેટમેંટની બધા રાહ જોઇ રહ્યા છે. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, તેમની પત્ની અને દીકરા સંજીવ રાઠોડ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. બંને હોસ્પિટલમાં દાખલ છે.

વર્ષ 1990માં નદીમ-શ્રવણની જોડીના સંગીતનો દબદબો બોલિવુડમાં હતો. નદીમ સૈફીએ તેમના સાથી શ્રવણ રાઠોડ સાથે મળીને ઘણી શાનદાર ફિલ્મોમાં સંગીત આપ્યુ છે. ફિલ્મ “આશિકી”માં તેમના રોમેન્ટિક ગીતની ધૂન ઘણી લોકપ્રિય થઇ હતી.

Shah Jina