ખબર

જે દીકરીના જે દીકરીના 35 ટુકડા કરી નાખ્યા એ દીકરીના પિતાએ જણાવી ક્રૂર પ્રેમી આફતાબની કાળી હકીકત, “મારઝૂડ કરતો હતો અને પછી…”

શ્રદ્ધાના બિચારા પપ્પાએ કહ્યું, મેં શ્રદ્ધાને ઘણું સમજાવી તો કહ્યું… દીકરી કહેતી હું 25 વર્ષની થઇ ગઈ છું, મને મારા નિર્ણયો….

પ્રેમમાં અને નફરતમાં કોણ ક્યારે શું કરી બેસે છે તે નક્કી નથી હોતું, આજે ઘણા સંતાનો પોતાના માતા પિતાનું કહ્યું માનતા નથી અને પોતાના નિર્ણયો જાતે જ લેવાનું પસંદ કરતા હોય છે, ત્યારે થોડા સમય બાદ જ તેમને પોતે કરેલી ભૂલો સમજાઈ જાય છે, ત્યારે ઘણા સંતાનો ઘરે પરત ફરે છે અને માતા પિતા પણ તેમને અપનાવી લે છે, તો ઘણા સંતાનો ક્યારેય પરત ફરતા જ નથી તે મોતને વહાલું કરી લેતા હોય છે, પરંતુ હાલ જે ઘટના સમયે આવી છે તે રૂંવાડા ઉભા કરી દેનારી છે.

દિલ્હીની અંદર શ્રદ્ધા નામની યુવતી સાથે લિવ ઇનમાં રહેતા તેના જ પ્રેમી આફતાબે તેની હત્યા કરી નાખી અને લાશના 35 ટુકડા પણ કર્યા હતા. શ્રદ્ધાને આફતાબ સાથે પ્રેમ હતો અને તેના પરિવારજનો લગ્ન કરવા માટે સંમત નહોતા, જેના બાદ તેને પિતાનું ઘર છોડી દીધું હતું અને મુંબઈથી પ્રેમી આફતાબ સાથે દિલ્હીમાં રહેવા લાગે હતી, જ્યાં શ્રદ્ધાએ આફતાબને લગ્ન કરવાનું દબાણ કર્યું અને આફતાબે તો શ્રદ્ધાનો જીવ જ લઇ લીધો.

ત્યારે હવે આ મામલામાં એક પછી એક નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે હવે શ્રદ્ધાના પિતાનું નિવેદન પણ સામે આવ્યું છે, શ્રદ્ધાના પિતા વિકાસ મદન વોકર જણાવ્યું હતું કે  “દીકરી અને આફતાબ અમીન પૂનાવાલાના અફેરના લગભગ 18 મહિના પછી અમને બંનેના સંબંધો વિશે ખબર પડી. પુત્રીએ વર્ષ 2019માં તેની માતાને કહ્યું હતું કે તે લિવ-ઈનમાં આફતાબ સાથે રહે છે. તેનો મેં અને મારી પત્નીએ વિરોધ કર્યો હતો.”

શ્રદ્ધાના પિતાએ આગળ જણાવ્યું કે “અમર દ્વારા આ સંબંધને આગળ વધારવાનો ઇનકાર કરતાં શ્રદ્ધાએ કહ્યું કે હું 25 વર્ષની થઈ ગઈ છું. મને મારા નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર છે. હું આફતાબ સાથે લિવ-ઈનમાં રહેવા માંગુ છું. હું આજથી તમારી દીકરી નથી.” આટલું કહીને તે ઘરની બહાર નીકળવા લાગી તેથી મારી પત્નીએ ખૂબ આજીજી કરી, પરંતુ તેણે સાંભળ્યું નહીં અને આફતાબ સાથે જતી રહી.”

વિકાસ મદનના કહેવા પ્રમાણે, “દીકરીના ગયા પછી તેના મિત્રોને ખબર પડી કે તે બંને નવા ગામમાં અને પછી મહારાષ્ટ્રમાં રહેવા ગયા. ક્યારેક શ્રદ્ધા તેની માતાને ફોન કરીને કહેતી કે આફતાબ તેને મારતો હતો.અને આ બધા વચ્ચે જ તેની માતાનું નિધન થઇ ગયું. શ્રદ્ધાએ મને પત્નીના નિધન બાદ પછી એક-બે વાર ફોન કર્યો. તો પણ તેણે આફતાબની હરકતો વિશે જણાવ્યું. ઘરે આવ્યા પછી તેણે આ જ વાત કહી.”

:મેં તેને આ બાબત પર આફતાબનું ઘર છોડીને પાર્ટ ઘરે આવી જવા માટે પણ જણાવ્યું. તેને પાછા આવવા માટે પણ કહ્યું પરંતુ આફતાબની સમજાવટ બાદ તે તેની સાથે ગઈ. આ પછી દીકરીના મિત્રો શિવાની માથ્રે અને લક્ષ્મણ નાદરે મને કહ્યું કે શ્રદ્ધા અને આફતાબના સંબંધો સારા નથી. આફતાબ તેને મારતો હતો. મેં તેને ઘણી વખત સમજાવ્યો હતો. પરંતુ, તેણે મારી વાત ન માની. તેથી જ મેં તેને કહ્યું. તેની સાથે વાત કરશો નહીં.

આ દરમિયાન 14 સપ્ટેમ્બરે શ્રદ્ધાના મિત્ર લક્ષ્મણે મારા પુત્ર શ્રીજયને ફોન કર્યો અને કહ્યું કે તેની બહેનનો ફોન બે મહિનાથી સ્વીચ ઓફ છે. બીજા દિવસે મેં મારા પુત્ર સાથે વાત કરી. તેણે મને આ વિશે કહ્યું, તેથી મેં લક્ષ્મણ સાથે વાત કરી અને પોલીસ સ્ટેશન માનિકપુર, મહારાષ્ટ્રમાં શ્રદ્ધાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી.”