ચહેરા પર દરિંદગીના નિશાન, સામે આવી શ્રદ્ધાની રૂંવાડા ઊભા કરી દેનારી તસવીર, જુઓ જલ્દી

શ્રદ્ધાનો હત્યારો આફતાબ એટલો ધૂર્ત અને શાતિર છે કે પોલીસને પણ હત્યા સાથે જોડાયેલા રહસ્યો ખોલવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આ દરમિયાન 2020ની શ્રદ્ધાની એક તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં શ્રદ્ધાના નાક, જમણા ગાલ અને ગરદન પર નિશાન દેખાઈ રહ્યા છે. શ્રદ્ધાની હત્યા કરીને મૃતદેહના 35 ટુકડા કરનાર આફતાબની નિર્દયતા આ તસવીર પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ વાયરલ તસવીરમાં શ્રદ્ધાના ચહેરા પર નિર્દયતાના નિશાન દેખાઈ રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2020માં જ શ્રદ્ધાને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવી હતી. જેમાં તેણે કમરનો દુખાવો, ગરદનમાં દુખાવો, ગરદન હલાવવામાં તકલીફની ફરિયાદ કરી હતી. આ તસવીરથી સ્પષ્ટ છે કે આફતાબ અને શ્રદ્ધા વચ્ચે બધુ બરાબર નહોતુ. બંને વચ્ચેના સંબંધો ખૂબ જ વણસેલા હતા. શ્રદ્ધાએ તેના મિત્ર લક્ષ્મણને કહ્યું હતું કે બંને વચ્ચે ઘણી બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. એટલું જ નહીં, શ્રદ્ધાએ આફતાબન તેને મારી નાખશે તેવી આશંકા પણ વ્યક્ત કરી હતી. પિતાનું ઘર છોડીને પ્રેમી સાથે રહેવા આવેલી શ્રદ્ધાનો આ ડર સાચો સાબિત થયો.

તેના ક્રૂર પ્રેમીએ તેના પર ત્રાસ ગુજાર્યો અને તેની નિર્દયતાથી હત્યા કરી નાખી. આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેની લાશ સાથે જે કર્યું તે બર્બરતાની ચરમસીમા હતી. આફતાબ પણ પોલીસને શ્રદ્ધાની હત્યા સાથે જોડાયેલા રહસ્યો જણાવી રહ્યો નથી. કોર્ટે પોલિસને આફતાબને વધુ 5 દિવસની કસ્ટડી આપી છે. આફતાબ એટલો શાતિરતાથી જવાબ આપી રહ્યો છે કે, પોલીસને પણ શ્રદ્ધા હત્યા કેસ સાથે જોડાયેલા રહસ્યો જાણવામાં મુશ્કેલી પડી રહી છે.

જો કે, આટલું થયુ હોવા છત્તાં પણ આફતાબને કોઈ પસ્તાવો નથી. જણાવી દઈએ કે આફતાબે 18 મેના રોજ શ્રદ્ધાની હત્યા કરી હતી અને તેના મૃતદેહના 35 ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા હતા. દિલ્હી પહોંચવાના થોડા દિવસો પહેલા એટલે કે 4 મેના રોજ શ્રદ્ધા આફતાબ સાથે ઉત્તરાખંડના શિવપુરી પાસે વશિષ્ઠ ગુફા ગઈ હતી. આ ગુફા ગંગા નદીના કિનારે છે, જ્યાંથી શ્રદ્ધાએ છેલ્લી રીલ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

તેણે લખ્યુ કે, 1500 કિલોમીટરની મુસાફરી કર્યા પછી, તેણે નક્કી કર્યું કે તે દિવસના અંતે સૂર્યાસ્ત જોવા માટે આ સુંદર જગ્યાએ જશે. આ પછી, 11 મેના રોજ, શ્રદ્ધાએ એક કેફેની અંદરનો પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો. રીપોર્ટ અનુસાર, આ કેફે હિમાચલમાં છે. પોલીસ આ સ્થળોની મુલાકાત લઈને પણ તપાસ કરી શકે છે.

Shah Jina