નો મેકઅપ લુકમાં શ્રધ્ધા કપૂર થઇ સ્પોટ, કેમેરામેનને જોતા તસવીર ક્લિક ન કરવાનો કર્યો ઇશારો

શ્રદ્ધા કપૂર મેકઅપ વગર આવી દેખાય છે? 7 PHOTOS જોતા જ ફેન્સને લાગ્યો ધ્રાસ્કો

બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરને મંગળવારે બાંદ્રામાં એક સ્ટોર બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન શ્રદ્ધા અજીબ લુકમાં સ્પોટ થઇ હતી. તેણે આંખોમાં મોટા ચશ્મા લગાવેલા હતા અને આ સાથે જ તેના વાળ ચિપકેલા હતા, તે નો મેકઅપ લુકમાં નજર આવી હતી. શ્રદ્ધા કપૂરે બ્લેક-પર્પલ ટી શર્ટ અને જીન્સ પહેર્યુ હતુ.

જેવી જ શ્રદ્ધા કપૂરની નજર કેમેરા પર પડી કો તે ત્યાંથી તરત નીકળી ગઇ. શ્રદ્ધા કપૂરને મેકઅપ વિના તો ઓળખવી પણ મુશ્કેલ હતી. તેણે તેના ચહેરા પર વ્હાઇટ માસ્ક કેરી કર્યુ હતુ. આ સાથે જ તે મોબાઇલ પર વાત કરતી નજરે પડી હતી. શ્રદ્ધા કપૂર બાંદ્રા સ્થિત એક સ્ટોરની અંદર જતી જોવા મળી હતી. તેણે ઇશારાથી ફોટોગ્રાફરોને તસવીર ક્લિક કરવાની પણ ના કહી હતી. પરંતુ ત્યાં સુધી તો તેની તસવીરો કેમેરામાં કેદ થઇ ચૂકી હતી.

બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર એ હસીનાઓમાંની એક છે, જેની સ્ટાઇલમાં ઘણુ ટ્રાંસફોર્મેશન જોવા મળે છે. શ્રદ્ધાની પર્સનાલિટી ગર્લી ફેમિનિન અને બબલી જ નહિ પરંતુ તેની બ્યુટી ગેમ પણ ઘણી સ્ટ્રોંગ છે.

Image source

જણાવી દઇએ કે, શ્રદ્ધા કપૂર જલ્દી જ ચાલબાજ ઇન લંડન અને સ્ત્રી 2 જેવી ફિલ્મોમાં જોવા મળશે..તે જલ્દી જ ફિલ્મ “નાગિન”માં જોવા મળવાની છે. નાગિન ફિલ્મ માટે તે ઘણા સમયથી તૈયારી કરી રહી છે. આ ફિલ્મના સિલસિલામાં તે કયાક રવાના થઇ છે અથવા તો કોઇ બીજા કામ માટે તે નીકળી છે, તેની હજી કોઇ જાણ થઇ નથી.

શ્રદ્ધા કપૂર સાથે સાથે મંગળવારે મલાઇકા અરોરાને પણ બાંદ્રા સ્થિત યોગ કેંદ્રની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન મલાઇકા બ્લેક અને વ્હાઇટ કોમ્બિનેશનના શોર્ટ્સ અને ટોપ તેમજ જેકેટમાં જોવા મળી હતી.

બોલિવુડ અદાકારા સોનમ કપૂરને તેના પતિ સાથે જોશી હાઉસ બહાર સ્પોટ કરવામાં આવી હતી, આ દરમિયાન તે તેના પતિ આનંદ આહુજા સાથે જોવા મળી હતી. સોનમે બ્લેક અને વ્હાઇટ ડ્રેસ પહેર્યો હતો અને આ સાથે જ માસ્ક પણ કેરી કર્યુ હતુ.

અભિનેત્રી આલિયા ભટ્ટને પણ જોશી હાઉસ બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે યલો કલરનો ફ્લોરેલ પ્રિંટવાળો ડ્રેસ પહેર્યો હતો. તેણે ચહેરા પર સેફ્ટી માટે માસ્ક કેરી કર્યુ હતુ. તમને જણાવી દઇએ કે, આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં નજર આવશે.

Shah Jina