દિગ્ગજ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે વૃદ્ધ સાથે બહુ જ ખરાબ કર્યું? મોંઘી દાટ ગાડીઓ અને હાઈ ફાઈ હોટલમાં જમનારી શ્રદ્ધા કપૂરે વૃદ્ધ સાથે જુઓ શું કર્યું
આજે બોલીવુડના ઘણા સિતારાઓને ઘણા યુવા વર્ગ તેમના આદર્શ માનતા હોય છે, પરંતુ તેમનો આ ભ્રમ ખાલી ફિલ્મી પડદા સુધી જ સીમિત રહે છે. તેમના હકીકતના જીવનમાં ઘણી એવી એવી બાબતો સામે આવે છે તેને જોઈને ઘણીવાર લાગે કે આવા લોકોને આદર્શ માની શકાય ખરા ? હાલ શ્રદ્ધા કપૂરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એવું જ કંઈક જોવા મળી રહ્યું છે.
શ્રદ્ધા કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ખુબ જ મોટું નામ છે અને તેના અભિનયના પણ લખો લોકો દીવાના છે. પરંતુ હાલ જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે તેને જોઈને તમને પણ શ્રદ્ધાનો નશો ઉતરી જશે. આ વીડિયોને જોઈને લોકો તેના ઉપર ગુસ્સે પણ થતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ શ્રદ્ધાને ખરી ખોટી પણ સંભળાવી રહ્યા છે.
સેલેબ્રીટી ફોટોગ્રાફર વાયરલ ભાયાણીએ શ્રદ્ધાનો એક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે. વીડિયોની અંદર જોઈ શકાય છે કે શ્રદ્ધા કપૂર તેના મિત્રો સાથે જુહુમાં લંચ કરીને પરત આવી રહી છે. આ દરમિયાન જ એક વૃદ્ધ માણસ તેની પાસે મદદ માંગતો દેખાઈ રહ્યો છે. પરંતુ શ્રદ્ધા તેના મિત્રો સાથે વાત કરવામાં એટલી વ્યસ્ત થઇ જાય છે કે તે વૃદ્ધને જોતી પણ નથી અને તેની મદદ પણ નથી કરતી.
શ્રદ્ધા કપૂરની આ હરકત સોશિયલ મીડિયા યુઝર્સને હવે પસંદ નથી આવી રહી અને તેમને પોતાનો ગુસ્સો બતાવવાનો પણ શરૂ કરી દીધો છે. વીડિયોની અંદર કોમેન્ટ કરતા એક યુઝર્સે લખ્યું છે કે, “આટલા મોટા લોકો છે એક ગરીબની મદદ ના કરી શક્યા.” તો એક અન્ય યુઝર્સનું કહેવું છે કે “સૌથી મોટી ગરીબ તો શ્રદ્ધા કપૂર છે.”
તો એક અન્ય યુઝર્સ દ્વારા એમ પણ લખવામાં આવ્યું છે કે, “આટલા પૈસા હોવા છતાં પણ શું ફાયદો, તે ગરીબને પૈસા પણ નથી આપી શકતી.” તો એક લખે છે કે “હીરો એ જ છે જે ગરીબની મદદ કરે છે.” આ રીતે ઘણા બધા યુઝર્સ શ્રદ્ધા ઉપર પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાની સાથે જ કોમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
શ્રદ્ધાના વર્કફ્રન્ટની જો વાત કરવામાં આવે તો શ્રદ્ધા કપૂર છેલ્લે ફિલ્મ “બાગી-3″માં જોવા મળી હતી. જેમાં તેની સાથે ટાઇગર શ્રોફ નજર આવ્યો હતો. હવે તે ફિલ્મ “નાગિન” અને “સ્ત્રી 2″માં નજર આવશે.