ખુશખબરી: આકાશ અંબાણી અને શ્લોકા મહેતાએ જાહેર કર્યું દીકરીનું નામ, જલ્દી જાણો જોરદાર નામ રાખ્યું છે હો…
Akash ambani shloka maheta baby name : દેશ અને દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિઓમાંથી એક એવા મુકેશ અંબાણી અને તેમનો પરિવાર હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. અંબાણી પરિવારની ખ્યાતિ દેશમાં જ નહિ દુનિયામાં પણ ફેલાયેલી છે. ત્યારે આ પરિવાર તેના સંસ્કારોને લઈને પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા જ અંબાણી પરિવારમાં ખુશીઓ આવી છે. પરિવારના દીકરા આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાએ એક રાજકુમારીને જન્મ આપ્યો છે.
અંબાણી પરિવારના મોટા દીકરો આકાશ અંબાણી અને શ્લોકા મહેતા 31 મે 2023ના રોજ બીજી વખત માતા-પિતા બન્યા હતા. દંપતીએ એક દીકરીનું સ્વાગત કર્યું હતું. દીકરીના જન્મના 10 દિવસ બાદ કપલે પોતાની રાજકુમારીનું નામ જાહેર કર્યું છે. શ્લોકા અને આકાશે તેમની દીકરીનું નામ વેદા રાખ્યું છે. અંબાણી પરિવારના એક નિવેદન દ્વારા લિટલ એન્જલનું નામ સામે આવ્યું છે.
નિવેદનમાં લખ્યું છે “ભગવાન કૃષ્ણની કૃપા અને ધીરુભાઈ અને કોકિલાબેન અંબાણીના આશીર્વાદથી, પૃથ્વી તેની નાની બહેન, વેદા આકાશ અંબાણીના જન્મની જાહેરાત કરતાં રોમાંચિત છે.” નિવેદનમાં આકાશ, શ્લોકા, નીતા અને મુકેશ અંબાણી, શ્લોકાના માતા-પિતા, ઈશા, આનંદ, રાધિકા, અનંત અને પરિવારના અન્ય સભ્યોના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર લોકોએ શ્લોકા અને આકાશની દીકરીનું નામ ખૂબ પસંદ કર્યું છે. થોડા દિવસો પહેલા અંબાણી પરિવાર પહેલીવાર નવજાત બાળકી સાથે જોવા મળ્યો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ શ્લોકાએ તેના પરિવાર સાથે દીકરી વેદાનું અંબાણી પરિવારમાં સ્વાગત કર્યું હતું. આની કેટલીક તસવીરો પણ સામે આવી હતી, જેમાંથી એક તસવીરમાં નીતા અંબાણી પોતાની પૌત્રીને હાથમાં પકડેલી જોવા મળી હતી. આ દરમિયાન તેમના ચહેરા પર દાદી બનવાની ચમક સ્પષ્ટ દેખાતી હતી.
View this post on Instagram