ખબર

બીજીવાર માતા બનવાની છે અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા, હજારોની ભીડ વચ્ચે ફ્લોન્ટ કર્યો બેબી બંપ

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરમાં ફરી એકવાર ખુશીઓ આવવા જઈ રહી છે, અંબાણી પરિવારમાં પૃથ્વી બાદ ફરી એકવાર કિલકારી ગુંજવા જઈ રહી છે. થોડા સમય પહેલા જ આ બિઝનેસ ફેમિલીએ જાહેરાત કરી હતી કે ઈશા અંબાણી અને આનંદ પીરામલના ત્યાં ટ્વિન્સ બાળકોનો જન્મ થયો છે અને તે બાદ ઇશા તેના બાળકો સાથે તેમના જન્મના બાદ પહેલીવાર પરત ફરી ત્યારે અંબાણી અને પિરામલ પરિવારમાં જશ્નનો માહોલ હતો.

ત્યારે હવે ફરી એકવાર અંબાણી પરિવારમાં એક નાનું મહેમાન આવવાનું છે. જણાવી દઈએ કે મુકેશ-નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા ફરી એકવાર પ્રેગ્નન્ટ છે, અને તે બહુ જલ્દી જ માતા બનવા જઈ રહી છે. આકાશ અને શ્લોકાએ આ ખુશખબર પોતે જાહેર કરી નથી, પરંતુ NMACCના લોન્ચિંગ સમયે અંબાણી પરિવારની મોટી વહુ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

જ્યારે NMACC લોન્ચના પહેલા દિવસે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા જોવા મળ્યા હતા, ત્યારે બંને એકસાથે ખૂબ જ સારા દેખાતા હતા અને અહીં પહેલીવાર શ્લોકાએ મીડિયાની સામે પોતાનો બેબી બમ્પ બતાવ્યો હતો. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગના બીજા દિવસે શ્લોકા મહેતા સુંદર લહેંગામાં જોવા મળી હતી જેમાં તેની બીજી પ્રેગ્નેંસી સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. શ્લોકા મહેતાએ ખૂબ જ સુંદર ચિકંકરી લહેંગા પહેર્યો હતો.

દુપટ્ટા વગરના આ લુકમાં શ્લોકા મહેતાનો મોટો બેબી બમ્પ દેખાઈ રહ્યો હતો. તસવીરોમાં અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા તેના બેબી બંપને હાથ વડે પકડેલી પણ જોવા મળી રહી છે. શ્લોકાએ પોતાનો મેકઅપ ખૂબ જ મિનિમલ રાખ્યો છે પણ પ્રેગ્નેંસીને કારણે તેનો ચહેરા પણ ઘણી ચમક જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણી અને નીતા અંબાણી આ દિવસોમાં તેમના કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટનને લઇને સતત ચર્ચામાં છે.

આ ઈવેન્ટમાં બોલિવૂડથી લઈને હોલીવુડ તેમજ વેપારી જગત સુધીના અનેક દિગ્ગજ સામેલ થઇ રહ્યા છે. આ પાર્ટીમાં ફિલ્મી દુનિયાના ઘણા સ્ટાર્સે પોતાની હાજરી નોંધાવીને ઈવેન્ટમાં ચાર્મ ઉમેર્યો હતો. જણાવી દઇએ કે, આકાશ અને શ્લાકા મહેતાના લગ્ન વર્ષ 2019માં થયા હતા. 10 ડિસેમ્બર 2020ના રોજ શ્લોકા અને આકાશ પ્રથમ વખત પૃથ્વી અંબાણીના માતા-પિતા બન્યા હતા અને તે બાદ તેઓ હવે ફરી બીજી વાર પેરેન્ટ્સ બનવા તૈયાર છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)