ચમત્કાર! ધરતીથી 200 ફૂટ નીચે માત્ર 5 મિનિટ માટે ભગવાન શંકર આપે છે દર્શન, વર્ષોથી રહસ્ય છે અકબંધ

ભગવાન શંકરને દેવોના દેવ માનવામાં આવે છે. આ ઉપરાંત તેઓ ભક્તોની ભક્તિથી જલદી પ્રસન્ન પણ થઈ જાય છે. આજે અમે તમને એક પૌરાણિક શિવ મંદિર વિશે જણાવીશું જેની કહાની સાંભળીને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો. અમે વાત કરી રહ્યા છીએ એમપીના શિવપુરી જિલ્લામાં આવેલા શિવલિંગની જે જમીનથી અંદાજે 200 ફૂટની નીચે સ્થિત છે. જ્યારે તડકો આ શિવલિંગ પર પડે છે ત્યારે શિવજીની આકૃતિ બને છે. ઉપરના પહાડથી સતત શિવલિંગ પર પાણી પડ્યા કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ચમત્કાર માત્ર 5 મિનિટ માટે જ થાય છે.

આ ગુફામાં તકડો આવતા જ ભગવાન શંકરની પ્રતિમા રચાય છે. કેમ કે આ ગુફામાં પાંચ મિનિટથી વધારે તડકો નથી રહેતો. લોકો આને ભગવાન શંકરનો ચમત્કાર માનીને દુર દૂરથી દર્શને આવે છે.આ ઉપરાંત સૌથી મોટી વિચારવા જેવી બાબત એ પણ છે કે આ પર્વત પર કોઈ પાણીનો સ્ત્રોત પણ નથી તેમ છતા પાણી કેવી રીતે નીચે આવે છે તે પણ વિચારવા જેવી બાબત છે. આ ગુફાનું નામ છે તિલિયા ભરકા. આ ગુફામાં તમને મધમાખી પણ જોવા મળે છે, અંદર જવાનો રસ્તો બહુ સાંકડો છે. સાંજે 4.50 વાગ્યાની આસપાસ સૂર્ય નારાયણના કિરણો ગુફામાંથી પસાર થઈને શિવલિંગ પર પડે છે.

જેવો તડકો શિંવલિંગ પર પડે છે તરત જ શિવલિંગની પાછળ પડછાયા સ્વરૂપે ભગવાન શંકરની પ્રતિમા જોવા મળે છે.ભરકા ગામના સરપંચનું આ અંગે કહેવુ છે કે આ અતિ પ્રાચિન ગુફા છે. મધમાખી અહીં વધુ હોવાથી અંદર જવામાં સાવચેતી પણ રાખવી પડે છે. આ ઉપરાંત આ સ્થળ અતિ પ્રાચિન હોવાથી પુરાતત્વ વિભાગને અપીલ કરવામાં આવે છે કે આ સ્થળને સંરક્ષિત કરવામાં આવે અને એક દર્શનીય સ્થળ તરીકે વિકસિત કરવામાં આવે.

રીવા: 1001 છીદ્રોવાળું મહામૃત્યુંજય શિવલિંગ

આમ તો મધ્ય પ્રદેશમાં અનેક શિવ મંદિરો આવેલા છે. પરંતુ તેમાના કેટલાક તેના સ્થાન અને નામના કારણે લોકોમાં ઘણા પ્રસિદ્ધ છે. રીવાના કિલ્લામાં મહામૃત્યુંજય શિવ મંદિર આવેલું છે. આ શિવલિંગની ખાસિયત એ છે કે તે મહામૃત્યુંજય રૂપમાં સ્થાપિત છે. એટલે કે 1001 છીદ્રોવાળું શિવલિંગ. આમ તો અહિયાં રોજ ભક્તોની ભીડ રહે છે. તો બીજી તરફ આ મંદિરના પૂજારીનો એવો દાવો છે તે રીવા જિલ્લામાં વિશ્વનું એકમાત્ર શિવ મંદિર છે જે શિવજીના મહામૃત્યુંજય રૂપમાં પૂજવામાં આવે છે. આહિયા જોવા મળતી શિવલિંગની બનાવટ અન્ય શિવલિંગ કરતા અલગ છે.

ગુના: વાઘેશ્વર શિવ મંદિર

મધ્ય પ્રદેશના ગુના જિલ્લાના મુખ્યાલયથી આશરે 60 કિમી દૂર ચાંચોડાની વચ્ચે જંગલમાં આ મંદિર આવલું છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં વાઘ જોવા મળે છે. તેથી મંદિરનું નામ વાઘેશ્વર રાખવામાં આવ્યું છે. શરૂઆતમાં અહીં નાનું શિવલિંગ જોવા મળતું હતું પરંતુ જેમ જેમ ખોદકામ કરવામાં આવ્યું તેનું કદ વધુ મોટુ જોવા મળ્યું. ખુબ ઉંડે સુધી ખોદકામ કરવા છતા તેનો અંત ન આવ્યો.

YC