વડોદરાના હરણી તળાવમાં થયેલી આ ડરામણી દુર્ઘટનામાં બોટ ડૂબવાના લીધે અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે બોટમાં 25 બાળકોથી વધુ લોકો હોવાની વાત કરવામાં આવી રહી છે.
જેની સાથે જ સ્કૂલ તરફથી 27 લોકોના નામની યાદી આપવામાં આવ્યા છે. આ મામલે તળાવમાંથી બચીને બહાર આવેલા એક નાના બાળકે સ્થિતિ વર્ણવી હતી. આ ઘટનાની આપવીતી જણાવતા બાળકે પોતે કેવી રીતે ડૂબી ગયેલી બોટમાંથી બહાર આવ્યો તેની માહિતી આપી હતી.
આ વીડિયોમાં જણાવે છે કે, બોટમાં 30 વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઉપરાંત 3 શિક્ષકો પણ તેમની સાથે હતા. બોટ પલટી ત્યારે બચાવ ટીમ દ્વારા એક પાઈપ આપવામાં આવ્યો અને તે બાળલે પાઈપ પકડીને બચી ગયો હતો.
જ્યાં બોટમાં 25 થી વધારે વિદ્યાર્થી અને ટીચર સવાર હતા. અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે. આ અંગેની વાત કરતાં બાળકે જણાવ્યું કે, અમને લાઇફ જેકેટ પહેરાવવામાં આવ્યું ન હતું.
View this post on Instagram