બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેના પતિની ધરપકડ બાદ ખુબ જ ચર્ચામાં છે. તેના પતિ રાજ કુન્દ્રાની ગંદી ફિલ્મો બનાવવા અને તેને પ્રસારિત કરવાના આરોપમાં પોલીસે તેની ધરપકડ કરી છે. જેના બાદ શિલ્પા હવે તેના જુના રંગમાં પણ પાછી ફરતી જોવા મળી રહી છે. આ કેસના કારણે તે ઘણા સમય સુધી મીડિયાની સામે ના આવી પરંતુ હવે તે તેના જીવનમાં આગળ વધી રહી છે. તે રિયાલિટી શોમાં પણ પરત જવા લાગી છે, અને હવે આ મુસિબતોની વચ્ચે ઈશ્વર પ્રત્યે પણ તેની આસ્થા વધતી જોવા મળી રહી છે.
શિલ્પા શેટ્ટીના જીવનમાં આવેલી મુસીબતોને દૂર કરવા માટે શિલ્પા હાલ માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચી છે. જેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. તસ્વીરોમાં તે ઘોડા ઉપર બેઠેલી જોવા મળી રહી છે. માતાના દરબારમાં પહોંચતી વખતે શિલ્પા “જય માતા દી”ની જયજય કાર કરતી પણ જોવા મળી હતી.
શિલ્પા શેટ્ટીએ આ દરમિયાન એમ પણ જણાવ્યું કે માતાના દરબારમાં આવીને ખુબ જ સારું લાગી રહ્યું છે. શિલ્પાએ કહ્યું કે, “બહુ જસારું લાગ્યું, બહુ જ દિવસ પછી તેડું આવ્યું છે.” તમને જણાવી દઈએ કે તે હેલીકૉપ્ટર દાવર માતા વૈષ્ણો દેવી ભવન જવાની હતી, પરંતુ ત્રિકુટા પર્વતની આસપાસ ધુમ્મ્સ હોવાના કારણે હેલીકૉપ્ટર સેવા સ્થગિત કરી દેવામાં આવી. જેના કારણે શિલ્પા શેટ્ટીને ચાલીને ભવન તરફ રવાના થવું પડ્યું.
શિલ્પા શેટ્ટીએ જણાવ્યું કે તે માતા વૈષ્ણો દેવીની ભક્ત છે અને સમય મળવા ઉપર તે માતા વૈષ્ણો દેવીના દરબારમાં હાજરી લગાવવા આવે છે. જાણકારી પ્રમાણે શિલ્પા શેટ્ટી ભવનથી શુક્રવારે સવારે કટરા માટે પ્રસ્થાન કરશે. જેના બાદ તે જમ્મુ માટે રવાના થશે.
શિલ્પા શેટ્ટીએ બુધવારે સાંજે 5.30 કલાકે ચઢવાનું શરૂ કર્યું હતું. મીડિયાને પણ તેના વિશે ત્યારે ખબર પડી જયારે સોશિયલ મીડિયામાં શિલ્પાની ઘોડા ઉપર સવારી કરતી તસવીર વાયરલ થઇ. તસ્વીરમાં શિલ્પાએ માસ્ક લગાવ્યું હતું અને તેની આસપાસ ઘણા પોલીસકર્મી પણ નજર આવી રહ્યા હતા.