બોલિવુડ અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું બુધવારના રોજ સવારે નિધન થઇ ગયુ હતુ. ફિલ્મ જગતની મોટી હસ્તિઓ અક્ષય કુમારને સાંત્વના આપવા જૂહુ સ્થિત તેમના ઘરે પહોંચી હતી. અક્ષય કુુમારની માતાના નિધન પર તેમની નજીકની મિત્ર અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ તેમના ઘરે પહોંચી હતી.
શિલ્પાને અક્ષયના ઘરથી નીકળતા સ્પોટ કરવામાં આવી હતી. અક્ષય કુમાર આ સમયે ઘણા દુખમાં છે ત્યારે આવામાં બોલિવુડ સેલેબ્સ તેમના પૂરા પરિવારને સાંત્વના આપવા પહોંચી રહ્યા છે. આ વચ્ચે મોડી રાત્રે શિલ્પા શેટ્ટી પણ અક્ષય કુમાર અને તેમના પરિવારને મળવા પહોંચી હતી. આ દરમિયાન શિલ્પા ઘણી ભાવુક જોવા મળી હતી.
શિલ્પા શેટ્ટીએ અક્ષય કુમાર સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. ધડકન, મેં ખિલાડી તુ અનાડી, જાનવર, ઇંસાફ જેવી મોટી મોટી ફિલ્મોમાં બંને એકસાથે જોવા મળ્યા છે. શિલ્પા અક્ષયના પરિવારની પણ નજીક છે. આ સમયે શિલ્પા શેટ્ટી પણ દર્દથી ગુજરી રહી છે, તેમ છત્તાં પણ તે પોતાનું દુખ ભૂલી અક્ષય કુમારને મળવા પહોંચી હતી.

અક્ષય કુમાર તેમની માતાની ઘણી નજીક હતા અને તેમને ઘણો પ્રેમ પણ કરતા હતા, ત્યારે આવા સમયમાં અક્ષય કુમારને સાંત્વના આપવા અભિનેતા જોન અબ્રાહમ પણ તેમને મળવા પહોંચ્યા હતા. જોન અબ્રાહમ સાથે અક્ષય કુમારે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે.

આ ઉપરાંત ફિલ્મ ડિરેક્ટર ડેવિડ ધવનના દીકરા રોહિત ધવનને પણ અક્ષય કુમારના ઘરેથી નીકળતા સ્પોટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમની માતાને અંતિમ વિદાય આપવા માટે પણ ઘણા સેલેબ્સ સ્પોટ થયા હતા, જેમાં રિતેશ દેશમુખ, રોહિત શેટ્ટી, કરન કાપડિયા, સાજિદ જેવા અનેક સેલેબ્સ સ્પોટ થયા હતા.