પતિ રાજ કુન્દ્રા જેલમાં અને અહીંયા શિલ્પાની કરી સ્પેશિયલ પોસ્ટ, બોલી- અત્યારે જીઓ, બાકી બધું..જાણો વિગત

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની ધરપકડ બાદથી જ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. જુલાઇ 2021માં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ફિલ્મ રેકેટ કેસમાં ધરપકડ થઇ હતી. તેમના પર ગંદી ફિલ્મો બનાવવાનો અને તેને વેચવાનો તેમજ એપ પર પ્રકાશિત કરવાનો આરોપ છે. તે 19 જુલાઇના રોજથી જેલમાં છે. મુંબઇ પોલિસના હાથે હોટશોટ્સ નામની એક એપની જાણકારી લાગી હતી. જેમાં રાજ કુંદ્રાએ પણ ઇન્વેસ્ટ કર્યુ હતુ. આ એપ પર આવા કંટેન્ટ પોસ્ટ થતા હતા.

હાલ તો રાજ કુંદ્રા પોલિસ કસ્ટડીમાં છે, ત્યાં શિલ્પા શેટ્ટીએ ત્રણ સપ્તાહ બાદ તેના શો સુપર ડાંસર-4માં વાપસી કરી હતી. માનસિક રૂપથી પરેશાન શિલ્પાને યોગ અને સ્પ્રિચુએલિટીનો ઘણો સહારો મળ્યો છે. તે ઘણીવાર બુક વાંચે છે અને કયારેક યોગા કરતા તસવીર શેર કરતી રહે છે. હાલમાં જ તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની યોગમુદ્રામાં એક તસવીર શેર કરી છે.

આ તસવીર શેર કરતા શિલ્પાએ લખ્યુ છે કે, આપણા વિચારોમાં ઘણી તાકાત હોય છે, જે લાઇફને લઇને આપણા નજરિયાને આકાર આપે છે. આપણે આપણી સક્સેસ અને ફૈલ્યોરને કેવી રીતે હૈંડલ કરીએ છે, આ બધુ દિમાગનો ખેલ છે. શું કોઇ અચીવમેન્ટ તમારા વિચારવા અને બીજા સાથે ઇંટરૈક્ટ કરવાની રીતને બદલી દે છે ?

શું જીવનમાં મળેલ ઝાટકાથી એ લાગે છે કે તમારુ બધુ ખત્મ થઇ ગયુ ? જો તમે તમારા વિચાર અને મગજના ઇમોશનની ચરમ સ્થિતિમાં કંટ્રોલ કરી શકો છો તમે એક એવો સંસાર બનાવી શકો છો જયાં રોજ રહો છો. સફળતા-અસફળતાના સુખ દુખને પોતાના ઉપર હાવી ન થવા દો. અત્યારે જીઓ, બધુ ટેંપરરી છે… તમે પણ.

શિલ્પાના વર્કફ્રંટની વાત કરીએ તો, શિલ્પા શેટ્ટીએ ઘણા લાંબા સમય બાદ મોટા પડદા પર વાપસી કરી છે. તેની ફિલ્મ થોડા સમય પહેલા “હંગામા-2” રીલિઝ થઇ છે. ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર મિશ્ર પ્રતિક્રિયા મળી છે. આ ફિલ્મમાં મીઝાન જાફરી અને પ્રણિતા સુભાષે કામ કર્યુ હતુ. શિલ્પા જલ્દી શબ્બીર ખાનની ફિલ્મ “નિકમ્મા”માં જોવા મળશે.

Shah Jina