શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ આપ્યુ જન્મદિવસ પર ખાસ સરપ્રાઇઝ, જુઓ વીડિયો

ધનવાન પતિની ગિફ્ટ જોઈને ખુશીથી ઉછળી ગઇ શિલ્પા શેટ્ટી, જુઓ

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ખૂબસુરત અભિનેત્રીઓમાંની એક છે, તેણે હાલમાં જ તેનો 46મો જન્મદિવસ મનાવ્યો, આ ઉંમરે પણ તે ઘણી ફિટ છે અને તે યંગ અભિનેત્રીઓને પણ ફિટનેસની બાબતમાં માત આપે છે.

શિલ્પા શેટ્ટીએ મંગળવારે એટલે કે 8 જૂનના રોજ તેનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. ચાહકો સાથે સાથે તેમના મિત્રો અને બોલિવુડ સેલેબ્સે પણ જન્મદિવસ નિમિત્તે તેમને શુભકામનાઓ પાઠવી હતી. શિલ્પાના જન્મદિવસ પર તેના પતિ રાજ કુંદ્રાએ તેને અલગ જ સરપ્રાઇઝ આપ્યુ હતુ. આમ તો આ એક વર્ચુઅલ સરપ્રાઇઝ છે પરંતુ શિલ્પાને તે ધણુ પસંદ આવ્યુ છે.

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ તેના જન્મદિવસ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો રાજે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેમાં પરિવાર સાથે વીતાવેલા પળ, વેકેશન અને પાર્ટીની તસવીરો પણ સામેલ છે.

આ વીડિયોમાં રાજ કુંદ્રા “તુમ હી હો” ગીત પર તેમનો દિલનો હાલ જણાવી રહ્યા છે. તેમણે વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યુ છે કે, ગીત, લિરિક્સ અને વીડિયો પોતે કહી રહ્યા છે. તમારા વગર હું કંઇ નથી. હું તને ખૂબ પ્રેમ કરુ છુ. જન્મદિવસ મુબારક મારી ડ્રિમ શિલ્પા શેટ્ટી.

રાજ કુંદ્રાની આ પોસ્ટ પર અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ કમેન્ટ કરતા લખ્યુ કે, ઓ..માય કુકી રાજ કુંદ્રા, લવ યુ ટુ ધ મૂન એંડ બેક. તમને જણાવી દઇએ કે, હાલમાં શિલ્પા શેટ્ટી ડાંસ રિયાલિટી શો “સુપર ડાંસર ચેપ્ટર 4″માં જોવા મળી રહી છે. શોની કાસ્ટ અને ક્રૂએ મળીને શિલ્પાને સરપ્રાઇઝ આપ્યુ હતુ. આ શોમાં શિલ્પા જજ તરીકે જોવા મળી રહી છે.

તેણે આ સરપ્રાઇઝ પર કહ્યુ કે, સેટ પર બધાના આ પ્રેમને જોઇને મને ઘણુ સારુ લાગી રહ્યુ છે. સુપર ડાંસર મારી એક્સટેંડેડ ફેમિલિ છે અને આપણી વચ્ચે એક અનદેખ્યુ બંધન છે. જે આપણને એકબીજા સાથે જોડીને રાખે છે. મને એ વાતની ખુશી છે કે હું મારી ટીમ સાથે બર્થ ડ્ સેલિબ્રેટ કરી શકી.

 

View this post on Instagram

 

A post shared by Raj Kundra (@rajkundra9)

Shah Jina