શિલ્પા શેટ્ટીએ ખરીદી બ્રાન્ડ ન્યુ મર્સીડીઝ કાર, કિંમત સાંભળીને જ ઉડી જશે તમારા હોશ

૪૫ વર્ષની ઉંમરે પણ કેવી જુવાન દેખાય છે શિલ્પા, નસીબદાર શિલ્પાની નવી લક્ઝુરિયસ કારની તસવીરો જોઈને આંખો અંજાઈ જશે

બોલીવુડના સેલેબ્સ તેમના શોખને કારણે હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલા રહેતા હોય છે, વાત જો તેમના ઘરની કરીએ કે તેમની આલીશાન કારની. અને તેમાં પણ બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું તો કહેવું જ શું ?

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાએ હાલમાં જ એક શાનદાર લક્ઝુરિયસ કાર ખરીદી છે. અને તે પણ જેવી તેવી નહિ મર્સીડીઝ બેન્ઝ વી ક્લાસ. કાર ખરીદ્યા બાદ તે બંને મુંબઈના વર્લી વિસ્તારમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેની સાથે પતિ રાજ, બહેન શમિતા અને તેની મા હતા.

મર્સીડીઝ બેન્ઝ વી ખુબ જ વિશાળ કાર છે કે પછી એમ કહો કે એક ફેમેલી સાઈઝ કાર છે. ઘણી મોંઘીદાટ ગાડીઓના કલેક્શનમાં હવે શિલ્પાની પાસે હવે આ શાનદાર મર્સીડીઝ પણ ઉમેરાઈ ગઈ છે. હવે શિલ્પાનો આખી પરિવાર એક સાથે આ કારની અંદર મજા કરશે. સાથે જ આખો પરિવાર લાંબા વેકેશનનું પણ પ્લાનિંગ કરી શકે છે. શિલ્પા અને રાજ કુંદ્રાએ સમગ્ર પરિવાર  સાથે પોઝ આપ્યા. આ ઉપરાંત બંનેએ ગાડીની અંદર બેસીને પણ પોઝ આપ્યા.

આ કારની કિંમતની જો વાત કરવામાં આવે તો તેની કિંમત 71.10 લાખથી લઈને 1.46 કરોડની વચ્ચે છે. આ ગાડીની અંદર 7 લોકોની સીટિંગ કેપિસિટી છે. તેના એંજીનની ક્ષમતા 1950cc-2143cc છે. BHP:160.3-160.0 ટ્રાન્સમિશન વાળી આ કાર 5 અલગ અલગ વેરિયન્ટમાં બજારની અંદર આવે છે. આ કારના દરેક વેરિયન્ટની કિંમત અલગ અલગ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ દરમિયાન શિલ્પાએ વન પીસ બ્લેક ડ્રેસ કેરી કર્યો હતો. તે આ ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. રાજ કુંદ્રાએ બ્લેક ટર્ટલ નેક ફૂલ સ્લીવ ટી શર્ટ અને બ્લુ ડેનિમ પહેર્યું હતું. તો શમિતા શેટ્ટી પણ સાથે હતી અને તે સફેદ ટોપ અને બ્લુ ડેનિમ્સ પહેરી રાખ્યું હતું. શિલ્પા-શમિતાની મા કેજ્યુઅલ સૂટમાં નજર આવી હતી.

Niraj Patel