બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીમાંથી ગુજરી રહી છે. અભિનેત્રીના પતિ અને જાણિતા બિઝનેસમેન રાજ કુંદ્રાની ફિલ્મ રેકેટ કેસમાં 19 જુુલાઇના રોજ મુંબઇ ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ થઇ હતી. ત્યારથી તેઓ જેલમાં બંધ છે. આ વચ્ચે હાલમાં જ શિલ્પા શેટ્ટીને દીકરી સમીશા સાથે ઘર બહાર સ્પોટ કરવામાં આવી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
પતિની કરતૂત બાદ શિલ્પા શેટ્ટી ધીરે ધીરે તેના કામ પર પરત ફરી રહી છે. તે સુપર ડાંસરમાં પણ જજ તરીકે પરત આવી ચૂકી છે. ત્યાં જ તેમના ચહેરા પર હવે ધીરે ધીરે મુસ્કાન આવી રહી છે. શિલ્પા શેટ્ટીને શનિવારે પેપરાજી દ્વારા ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેની ઘણી તસવીરો પેપરાજીએ ક્લિક કરી હતી. આ દરમિયાન તેના ચહેરા પર થોડી મુસ્કાન પણ જોવા મળી હતી.
શિલ્પા આ દરમિયાન વ્હાઇટ ટોપ અને બ્લુ જીન્સમાં જોવા મળી હતી. લાઇટ મેકઅપ સાથે તેમણે વાળને ખુલ્લા રાખ્યા હતા અને આ સાથે શેડ્સ પણ કેરી કર્યા હતા. આ લુકમાં તે ઘણી કુલ લાગી રહી હતી. ત્યાં જ શિલ્પાની દીકરી સમીશાએ પિંક ફ્રોક પહેર્યુ હતુ અને આ સાથે લેંગીસ પણ કેરી કર્યુ હતુ. આ દરમિયાન સમીશા ઘણી ક્યુટ લાગી રહી હતી.
શિલ્પાએ સમીશાને ખોળામાં ઉઠાવેલી હતી. અભિનેત્રી આ દરમિયાન કેમેરા સામે હળવો હળવો પોઝ આપી રહી હતી. માતા અને દીકરીની કેમેસ્ટ્રી તો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ હતી. ચાહકો દ્વારા આ તસવીરોને ખૂબ પ્રેમ મળી રહ્યો છે.
તમને જણાવી દઇએ કે, પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી થોડા સમય સુધી સોશિયલ મીડિયાથી દૂર હતી, પરંતુ હવે તે ધીરે ધીરે એક્ટિવ થતી જોવા મળી રહી છે. અભિનેત્રી આ મુશ્કેલ સમયમાંથી નીકળવા માટે આગળ વધવાની કોશિશ કરી રહી છે.
શિલ્પા શેટ્ટી તેની દીકરી સમીશા સાથે જૂહૂ સ્થિત ઘરની બહાર કારથી કયાંક જતી સ્પોટ થઇ હતી. આ દરમિયાન પેપરાજી સામે તેમણે પોઝ પણ આપ્યા હતા. શિલ્પાના વર્કફ્રંટની વાત કરીએ તો, પતિની ધરપકડ બાદ લગભગ 1 મહિના પછી તેણે શોમાં વાપસી કરી હતી. છેલ્લા વીકેંડની વાત કરીએ તો, શિલ્પા શેટ્ટી શોમાં જોવા મળી હતી અને તે થોડી ઉદાસ પણ જોવા મળી હતી પરંતુ શોના અન્ય જજ અને કંટેસ્ટેંટથી ઘણો પ્રેમ મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ કુંદ્રાની ફિલ્મ રેકેટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેમના પર ફિલ્મોના નિર્માણ અને તેને એપ પર પ્રકાશિત કરવાનો આરોપ છે. મુંબઇ પોલિસ કમિશ્નરના ઓફિશિયલ સ્ટેટમેંટમાં તેમણે કહ્યુ છે કે, રાજ કુંદ્રા આ કેસમાં જ સસ્પેક્ટ છે. આ કેસમાં શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
View this post on Instagram