બૉલીવુડ ટોપ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ફરી ફસાયા, એવું રહસ્ય બહાર આવ્યું કે પોલીસ ગમે ત્યારે…

બોલિવૂડની ટોપ ૧ અભિનેત્રી કહેવાતી શિલ્પા શેટ્ટી અને તેના હસબન્ડ રાજ મુસીબતો નો પાર નથી. પહેલા બીભત્સ ફિલ્મોના કેસમાં ફસાયા પછી હવે રાજ કુન્દ્રા છેતરપિંડીના કેસમાં ફસાયા હોય તેવું લાગી રહ્યું છે. આ બાબતમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની પણ તપાસ થઇ રહી છે. મુંબઈના બાંદ્રા પોલીસે અભિનેત્રી શિલ્પા શેટ્ટી પર અને રાજ કુન્દ્રા સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.

નિતિન બરાઈ નામના માણસે બૉલીવુડ હિરોઈન શિલ્પા અને રાજની સામે છેતરપિંડી માટે FIR નોંધાવી છે. નીતિન બારાઈએ શિલ્પા અને રાજ પર 1.51 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. આ માણસનું કહેવું છે કે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ તેની સાથે 2014-2015માં ફિટનેસ કંપની દ્વારા 1.51 કરોડની છેતરપિંડી કરી હતી.

આ ફરિયાદીનો આરોપ છે કે બૉલીવુડ અભિનેત્રી શિલ્પા તથા રાજે 2014થી લઈ અત્યાર સુધી સ્પા તથા જિમની ફ્રેન્ચાઇઝી વહેંચવાના નામે ઘણી વાર ફ્રોડ કર્યો છે. નિતિને આ કેસમાં દર્શિત શાહ, કાશિફ ખાન તથા તેમના સાથીઓને આરોપી ગણાવ્યા છે. જોકે, એ વાતની માહિતી મળી નથી કે કાશિફ તથા દર્શિત કોણ છે અને શિલ્પા-રાજની કંપનીમાં આ બંનેની ભૂમિકા શું હતી?

વધુમાં તેમને કહ્યું હતું કે તેણે પૂનામાં કોરેગાંવમાં બંનેની ફર્મ ‘મેસર્સ SFL પ્રાઇવેટ કંપની’ હેઠળ જિમ તથા સ્પાની ફ્રેન્ચાઇઝી શરૂ થઇ હતી. આરોપીઓએ તેની પાસેથી 1 કરોડ 59 લાખ 27 હજાર રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને પછી તે પૈસા અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા. જ્યારે મની પરત માગ્યા ત્યારે આરોપીઓએ તેને ધમકાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે એ ફરિયાદ પછી મુંબઈ બાંદ્રા પોલીસે શિલ્પા, રાજ કુંદ્ર સહિત બીજા આરોપીઓ વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડ હેઠળ 406, 409, 420, 506, 34 અને 120 (B) હેઠળ કેસ કરીને તપાસ શરૂ કરી હતી.

YC