સિદ્ધાર્થ શુકલાના અંતિમ સંસ્કાર ઉપર શહેનાઝને લઈને થયેલી કવરેજ ઉપર ભડક્યા સેલેબ્સ, કહ્યું, “શરમ આવવી જોઈએ !”

અભિનેતા સિદ્ધાર્થ શુકલા 40 વર્ષની નાની ઉંમરમાં દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યો ગયો, ગઈકાલે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ અંતિમ સંસ્કાર દરમિયાન શહનાઝ ગિલને લઈને થયેલી મીડિયા કવરેજને લઈને સેલેબ્સ ખુબ જ નારાજ જોવા મળી રહ્યા છે. તેમને મીડિયા ઉપર અમાનવીય હોવાનો આરોપ પણ લગાવ્યો છે.

આ બાબતે ગૌહર ખાન, જરીન ખાન, સુયશ રાય અને દિશા પરમારે અસંવેદનશીલ જણાવતા પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સિદ્ધાર્થની મિત્ર અને અભિનેત્રી ગૌહર ખાને તો તેને લઈને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ પણ લખી નાખી છે.  જોકે સિદ્ધાર્થનો પરિવાર શરૂઆતથી જ આ દુર્ઘટનાને મીડિયાથી દૂર રાખવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. ઘટના બાદ જેવું જ મીડિયામાં સિદ્ધાર્થના અવસાનને લઈને કોઈ થ્યોરી આવતી તે પહેલા જ પરિવારે તેને આકસ્મિક મૃત્યુ જણાવી દીધું હતું.

તો અંતિમ સંસ્કાર દરમિયાન મીડિયાને પણ ઓશેવારા સ્મશાન ઘાટથી દૂર રાખવામાં આવ્યા હતા. તે છતાં પણ સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર સમયે તસવીરો અને વીડિયો માટે મોટી સંખ્યામાં મીડિયા ઉપસ્થિત રહ્યું હતું. આ દરમિયાન જયારે શહનાઝ ગિલ સ્મશાન ઘાટ પહોંચી ત્યારે મીડિયાકર્મી અને ફોટોગ્રાફરે તેની કારને ઘેરી લીધી હતી. જેના બાદ શહનાઝને કારમાંથી ઉતરીને સ્મશાન સુધી પહોંચવામાં ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મીડિયાની ભારે ભીડથી શહનાઝને સાચવતા તેનો ભાઈ અને પોલીસકર્મીઓ તેને કારમાંથી બહાર કાઢી અને સ્મશાન ઘાટની અંદર સુધી બહુ મુશ્કેલીથી પહોચાવી. આ તસવીરો જોઈને સિતારાઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ ઘટના બાદ ગૌહર ખાન ખુબ જ નારાજ જોવા મળી રહી છે.

ગૌહર ખાને ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી શેર કરીને લખ્યું છે કે, “આ શરમજનક છે. મીડિયા હાઉસને આ પ્રકારની કવરેજ માટે શરમ આવવી જોઈએ. આપણે આપણું માથું શરમથી ઝુકાવી લેવું જોઈએ જયારે કોઈ આપણા અંગતને ખોયું હોય. શર્મિંદા છું બહુ જ શર્મિંદા છું.”

તો અન્ય એક સ્ટોરીની અંદર ગૌહર ખાને લખ્યું છે કે “બીજા અભિનેતાઓ/ઓળખાનારી વ્યક્તિઓ કેમેરા સામે ફોટો ખેંચાવવા માટે પોતાનું માસ્ક ઉતારે છે. તેમને પોતાનું માથું શરમથી ઝુકાવી લેવું જોઈએ. જે કઈ થઇ રહ્યું છે તેનાથી ખુબ જ નારાજ છું. જો તમે હકીકતમાં સન્માન આપવા માંગો છો તો તેને ક્લિક કરવાનો અવસર ના બનાવો, દિવંગત આત્મા માટે એક નાની એવી પ્રાર્થના કરો.”

તો આ બાબતે બિગ બોસનો ભાગ રહી ચૂકેલ સુયશ રાય દ્વારા પણ સિદ્ધાર્થની મોત ઉપર થયેલી મીડિયા કવરેજ ઉપર નારાજગી વ્યક્ત કરી છે. તેને લખ્યું છે, “પ્લીઝ ડિયર મીડિયા… એ બહુ જ સારું છે કે તમે અમારી ખુશી અને ઈવેન્ટ્સનો ભાગ બનો છે. હું હકીકતમાં બહુ જ ખુશ થાવ છું અને સારું અનુભવું છું. પરંતુ આજના દિવસ માટે જ્યારે કોઈએ પોતાના વ્યક્તિને ખોયું છે… તમારે તેમને એમ જ રહેવા દેવા જોઈએ…. તેમને પોતાનામાં રહેવા દો અને સમય આપો… તેમને આરામથી છેલ્લીવાર પોતાનાને આવજો કહેવા દો.”

Niraj Patel